૧૮ વર્ષ થી ઓછી ઉંમર ની કોઈ પણ વ્યક્તિ સાથે જાતીય સતામણી થાય તે સખત સજા ને પાત્ર છે: એ. જી. કુરેશી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર

( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) સમાજ સુરક્ષા અધિકારી આર. પી.ખાટા નાં માર્ગદર્શન અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. કે તાવિયાડ નાં સુચનો મુજબ પોકસો કાયદા ની માહિતી અંગે નો કાર્યક્રમ તક્ષશીલા સ્કુલ ઓફ નર્સિંગ માં યોજાઇ ગયો . પોક્સો કાયદો ખુબજ સખ્ત કાયદો છે અને તેની જોગવાઈ મુજબ ગુનો આચરનાર ને સજા થાય છે, તેની વિગત વાર માહિતી આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ. જી. કુરેશી દ્વારા શોર્ટ ફિલ્મ અને વ્યાખ્યાન થકી આપવામાં આવેલ.સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકિય સંભાળ) આર.પી. ભુરીયા દ્વારા બાળકો થી સંબંધિત વિવિધ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડેલ હતી.તક્ષશીલા સ્કુલ ઓફ નર્સિંગ ખાતે યોજાયેલા સદર વ્યાખ્યાન માં બી.એસ. સી નર્સિંગ અને જી.એન.એમ. નાં વિધાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. કાર્યક્ર્મ નું ઉદઘાટન પ્રિન્સિપાલ સ્ટેફી ક્રિશ્ચયન દ્વારા કરવામાં આવેલ. સંસ્થા નાં અન્ય ફેકલ્ટી મિત્રો નાં સ્ટાફગણ હાજર રહ્યા હતા.