કડી શહેર તેમજ તાલુકામાં દિવસેને દિવસે ક્રાઈમનો વધારો થતા મહેસાણા SP વડા અચલ ત્યાગી દ્વારા મહેસાણામાં લીવ રિઝર્વ તરીકે ફરજ બજાવતા એસ.જી શ્રીપાલની સેકન્ડ PI તરીકે કડીમાં બદલી કરવામાં આવી હતી. તેમજ વિસનગર ખાતે ફરજ બજાવતા PSI બીવી ઠક્કરની નંદાસણ ખાતે બદલી કરવામાં આવી હતી. SP અચલ ત્યાગી દ્વારા 3 PI અને 13 PSIની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી હતી.
કડી શહેર તેમજ તાલુકાની અંદર ક્રાઈમના બનાવમાં વધારો થતા મહેસાણા SP દ્વારા કડી પોલીસ સ્ટેશન ખાતે સેકન્ડ પી.આઈની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મહેસાણા હેડ કોટર ખાતે લીવ રિઝર્વ પર રહેલા એસ જી શ્રીપાલની સેકન્ડ PI તરીકે કડી પોલીસ સ્ટેશન ખાતે નિમણૂંક કરવામાં આવી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતા રોમા. જે. ધડુકની બદલી કરવામાં આવી છે. તેમજ વિસનગર PSI તરીકે ફરજ બજાવતા બી.વી ઠક્કરની નંદાસણ પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરવામાં આવી હતી.
કડી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇની નિમણૂંક કરવામાં આવી છે. તો હવે જોવાનું રહ્યું કે કડીની અંદર ક્રાઈમના બનાવમાં ઘટાડો થશે કે નહીં તે તો આગળનો સમય જ બતાવશે. બીજી તરફ કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનમાં મહેસાણા હાઇવે ટ્રાફિક શાખામાં રહેલા પીએસઆઇ આર.એચ લોહની બદલી કરવામાં આવી છે. ત્યારે કડી તાલુકા અને શહેરના ત્રણ પોલીસ સ્ટેશનમાં બે PSI અને એક સેકન્ડ પી.આઈની બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.