બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત સંસ્થા 'બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરત તથા જિલ્લા ગ્રામવિકાસ એજન્સી (DRDA),સુરત ના સહયોગથી આરસેટી, સુરત સેન્ટર, નવી પારડી ગામે ગ્રામીણ યુવકો માટે તા.01.06.2023 થી 30.06.2023 સુધી આયોજિત સ્વરોજગારલક્ષી નિઃશુલ્ક 30 દિવસીય ‘ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનો આયોજન કરવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારના યુવાનો સ્વરોજગારી મેળવી શકે તે માટે યોજાયેલ આ તાલીમમાં ગ્રામીણ વિસ્તારના ત્રીસ જેટલા યુવાનો જોડાયા હતા.

સંસ્થાન દ્વારા શું અપાયું?

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરત દ્વારા યોજાયેલ રોજગારલક્ષી તાલીમમાં વિદ્યાર્થીઓને તમામ સગવડો સાથે ઈન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થઓને બે ટાઇમ પૌષ્ટિક આહાર, બે ટાઇમ ચા - નાસ્તો, રહેવા માટે હોસ્ટેલ, ન્હાવા માટે ગરમ ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી કરવા સાથે સફળતા પૂર્વક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

તાલીમાર્થીઓએ ૩૦ દિવસની તાલીમ લીધા બાદ અંતિમ દિવસે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. 30/06/2023, શુક્રવાર ના રોજ આરસેટી, સુરત સેન્ટર નવી પારડી ગામ, કામરેજ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થઓને તાલીમ અંગેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને પરીક્ષા અંગેના પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક ઉદ્દબોધન માં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વરોજગારનું મહત્વ સમજાવી આજના આધુનિક સમયમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની અદ્યતન ટેક્નોલોજીનું મહત્વ તથા ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાંઓ વિશે માર્ગદર્શન આપી ભાઈઓને આત્મનિર્ભર બનવાની હાકલ કરી હતી.

અન્ય પ્રવૃત્તિ પણ કરાઈ

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરત દ્વારા યોજાયેલ રોજગારલક્ષી તાલીમમાં 30 દિવસીય તાલીમ દરમિયાન શ્રમદાન, વૃક્ષારોપણ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી. તેમજ (IDY) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે સુરત ખાતે યોજાનાર દોઢલાખ જેટલાં લોકો સાથે સામુહિક કાર્યક્રમ માં પણ ભાગ લઈ એક અનોખી કેડી કંડારી ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ પણ સ્થાપિત કર્યું હતું.

શું કહ્યું ડાયરેક્ટરે ?

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરતના ડાયરેક્ટર અમોલ ગીતેએ ધ ન્યુઝ ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રોજગારલક્ષી આ તાલીમ માં દરેક તાલીમાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટે હું જાતે દેખરેખ રાખતો હતો. આ કામગીરીમાં મારા સ્ટાફગણનો પૂરો સહયોગ સાંપડ્યો હતો. અને સતત પ્રેરણા પણ તેમના તરફથી મળતી રહી. તેમજ તાલીમાર્થીઓ નો તાલીમ લેવાનો લગાવ પણ અલગ અનુભૂતિ કરાવતો હતો. ૩૦ દિવસની તાલીમ બાદ તાલીમાર્થીઓ સાથે અલગ જ સંબંધ કેળવાયો છે. હવે આ સંસ્થાન નવી તાલીમ સુધી પાછું ખાલી ખાલી ભાસશે. તાલીમાર્થીઓ ને તાલીમ લીધા બાદ અગામી બે વર્ષ સુધી તેમનો ફોલોઅપ લેવામાં આવશે અને તેમને ખૂટતી કડીઓ સાંધવા માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરત દ્વારા શક્ય તેટલી મદદ કરશે. 

કોણ કોણ હાજર રહ્યું?

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS) આરસેટી, સુરત દ્વારા યોજાયેલા પ્રમાણપત્ર વિતરણના આ કાર્યક્રમમાં આરસેટી, સુરતના નિયામક અમોલ ગિતે, સુરત જીલ્લાના અગ્રણી બેન્ક મેનેજર બી.આર. ચૌધરી , ડોમેન એસેસર રોહિતભાઈ પઢીયાર, ઈડીપી એસેસર ભરતભાઈ પટેલ, ડોમેન સ્કિલ ટ્રેનર નૈતિક જાધવ, આરસેટી સુરતના ફેકલ્ટી શ્રીમતી જ્યોતિબેન ચૌધરી, કુ. રિધ્ધિ ગોહિલ, FLCC અર્ચના જોષી,ઓફિસ આસિસ્ટન્ટ સંદીપભાઈ પાટીલ,સુધીરભાઈ ગામીત , અને અટેન્ડર સંજયભાઈ પરમાર તેમજ 'ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી' તાલીમના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. અને કાર્યક્રમના અંતમાં તમામ તાલીમાર્થી ભાઈઓને ઉપસ્થિત મેહમાનોના શુભ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વધુ વિગતો માટે. અહીં ક્લિક કરો