ડીસાના લાટી બજાર વિસ્તારમાં આવેલા અગરબત્તીની ઉદ્યોગ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે જિલ્લાભરના પાંચ જેટલા ફાયર ફાઇટરોએ 8થી 9 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના લાટી બજાર વિસ્તારમાં આવેલી આરાસુરી અગરબત્તી ગૃહઉદ્યોગની ફેક્ટરીમાં આકસ્મિક આગ લાગી હતી. વહેલી સવારે બંધ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધીરે ધીરે સમગ્ર ફેક્ટરીમાં આગ ભભૂકવા લાગી હતી. બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો સહિત ફેક્ટરીના માલિક રોહિતભાઈ મોદી સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, એક બે ફાયર ફાઇટરની ટીમે કાબૂ મેળવવો મુશ્કેલ હતો. જેથી ધાનેરા અને પાલનપુરથી પણ ફાયર ફાઈટરની ટીમોને બોલાવી પાંચ જેટલા ફાયર ફાઈટરની ટીમોએ સામૂહિક પાણીનો મારો ચલાવ્યો હતો અને અંદાજિત 8થી 9 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર મહદ અંશે કાબૂ મેળવ્યો હતો.

ફેક્ટરીમાં આગ લાગતા મશીન, રો મટીરીયલ, લેપટોપ, હિસાબના કાગળો સહિત તમામ માલ સામાન મળીને ખાખ થઈ ગયો હતો. જેથી ફેક્ટરીના માલિક રોહિતભાઈ મોદીને અંદાજિત 35થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.