સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં દર્શન કરવા કરવા માટે ગયા હતાં. દર્શન કરીને લીંબડીથી તેમના સગાને બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તે બગોદરા-બાવળા વચ્ચે આવેલા ભાયલા બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે વાહન પૂરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરતાં બાઈકસવાર સવાર બંને વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં. જેથી કેરાળા જીઆઇડીસી પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં આવેલા વેજલપુરમાં રહેતાં ચેતનભાઇ સુરેશભાઇ ચાવડા પ્રાઇવેટ નોકરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવતાં હતાં. તે દર રવિવારે જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં મંદિર દર્શન કરવા માટે જતાં હતાં. જેથી તે રવિવાર હોવાથી નોકરીએથી બારોબાર સાંજનાં પાંચે વાગ્યે બાઇક લઇને વસ્તડી મેલડી માતાજીનાં દર્શન કરવા ગયા હતાં. દર્શન કરીને લીંબડીમાં આવેલા ભલગામડા ગેઇટ પાસે રહેતાં તેમનાં મામાનાં દીકરા યશપાલભાઇ મહેન્દ્રભાઇ ડોડિયા બંને જણા લીંબડીથી રાત્રે સાડા બાર વાગ્યે વેજલપુર, અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં.રાત્રે અઢી વાગ્યાની આસપાસ બગોદરા-બાવળા રોડ ઉપર આવેલા ભાયલા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહન સાથે એક્સિડેન્ટ થતાં બંનેને માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં બંનેનું સ્થળ ઉપર જ મોત થવા પામ્યું હતું. અકસ્માતમાં બાઇકને નુકસાન થવા પામ્યું હતું.અકસ્માત થતાં વાહન ચાલકો ઊભા રહીને લોકોએ બંનેના મૃતદેહને બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇને તેમનાં સગાને અકસ્માતની જાણ કરતાં તેઓ બાવળા દોડી આવ્યા હતાં. અને સુરેશભાઈ પિતામ્બરભાઇ ચાવડાએ કેરાળા જીઆઇડીસી પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં કેરાળા જીઆઇડીસી પોલીસનાં પીઆઇ એચ.સી.ગોહિલ, કોન્સ્ટેબલ હરદેવસિહ વગેરે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇને બંને લાશોનું પીએમ કરાવીને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.