DEESA // ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન વાઇસ ચેરમેન ની 10 જુલાઈ એ ચૂંટણી યોજાશે..
ઉત્તર ગુજરાત ની અગ્રણી સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ની ચૂંટણી અઢી માસ અગાઉ યોજાયા બાદ હવે તારીખ 10 જુલાઈ એ ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજવાની જાહેરાત સહકાર વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે હવે ચેરમેન તરીકે માવજી દેસાઈ જૂથ ફાવશે કે કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા ગોવાભાઇ દેસાઈ ચેરમેન બનશે તેને લઈને અટકળો ચાલી રહી છે..
ડીસા માર્કેટ યાર્ડ ની 14 ડિરેક્ટરો માટે ની સામાન્ય ચૂંટણી તારીખ 17 એપ્રિલે યોજાઈ હતી, ચૂંટણી માં વર્તમાન ચેરમેન માવજી દેસાઈ ની પેનલ જંગી બહુમતી થી ચૂંટાઈ આવી હતી, જ્યારે સામેની પેનલમાં એક માત્ર માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ જ ચૂંટાયા હતા, આથી માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈ ના જૂથનો વ્યક્તિ ચેરમેન બનશે તે નક્કી હતું, ત્યાર બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણીને લઈને ભારે સસ્પેન્સ સર્જાયું હતું, તેમજ આંતરિક ખેંચતાણના કારણે હજુ સુધી ચેરમેન ની વરણી થઈ શકી ન હતી..
જોકે આ દરમિયાન રાજકીય ઉલટ ફેર થતાં ગોવાભાઇ દેસાઈ એ કોંગ્રેસ માંથી ભાજપ નો ખેસ પહેરી લેતા ગોવાભાઇ માર્કેટયાર્ડ ના ચેરમેન બનવા જ ભાજપ માં આવ્યા હોય તેવી અટકળો ચાલી રહી છે, જ્યારે ભાજપે પણ આગામી લોક સભાની ચૂંટણી ને ધ્યાને રાખી ગોવાભાઇ દેસાઈ ને માર્કેટ યાર્ડના ચેરમેન પદનું કમિટમેન્ટ આપ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે..
આથી હવે 10 એપ્રિલે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ગોવાભાઇ દેસાઈ ચેરમેન બનશે કે માવજી દેસાઈ જૂથ નો વ્યક્તિ તેને લઈને અટકળો ચાલી રહી છે..