રિપોર્ટ. લતીફ સુમરા 

ડીસા તાલુકા ના જુનાડીસા ગામ મા ખળવાડ વિસ્તાર ના ઘણા સમય થી પાણી ની સમસ્યા જોવા મળતી હતી જુનાડીસા ગામના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડીયા ને ખળવાડ વિસ્તારના રહીશો દ્વારા પાણી કંકાસ અંગે રજૂઆત કરતાં સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા બોર ની માંગણી સ્વીકારી આજ રોજ જુનાડીસા ખળવાડ વિસ્તાર મા જુનાડીસા પંચાયત તથા તથા સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવડીયા દ્વારા પાણીના બોર નું ખાત મુહૂર્ત કરી લોકો ના ઘર સુધી પાણી પહોંચે તે માટે જુનાડીસા ગામ ના ઉત્સાહી તલાટી હેમંતભાઈ પંછીવાલા, વહીવટદાર શ્રીલક્ષમણ ભાઈ ઠાકોર,સુપરવાઈઝર શ્રી રોહિત ભાઈ, કોન્ટ્રાક્ટર મુકેશભાઈ ત્રિવેદી રહેમુતુલ્લાહ મંડોરી,મહેન્દ્ર અનાવાડિયા વિગેરે નામી અનામી લોકો હાજર રહ્યા હતા ખળવાડ વિસ્તારમાં પાણી નું બોર થતા ત્યાંના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.