પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાઘેસ્વર ગામે લગ્ન પ્રસંગે જાન લઈને ગયેલ ખાનગી લકઝરી બસને જીવંત વીજ તાર બસને અડી જતા બસ ક્લીનરનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું લકઝરી બસની બ્રેક ડાઉન થતા બસને ધક્કો મારવા ગયેલ બસના ક્લીનરએ પગમાં ચંપલ નહિ પહેરી હોવાથી જીવંત વીજ તાર બસને અડી જતા ક્લીનરનું મોત નીપજ્યું હતું ક્લીનર પ્રતિક મંગાભાઈ ગામીત વાઘેસ્વર ગામના જ રહીશ હતા જેનું મોત નીપજ્યું હતું મહુવા પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખાનગી લકઝરી બસને જીવંત વીજતાર અડી જતા ક્લીનરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત.
