પાલનપુર આબુરોડ હાઇવે ઉપર ઈકબાલગઢ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી

ઈકબાલગઢના ચેખલા નજીક ચાર દિવસ પહેલા એક અકસ્માત થવા પામ્યો હતો તેમજ ચાર લોકોના કમ કમાટી ભર્યા મોત થયા હતા તેની હજુ શાહી સુકાઈ નથી અને વધુ એક અકસ્માત થયો

પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુર થી શાકભાજી ભરીને પીકઅપ ગાડી મહેસાણા તરફ જઈ રહેલ ત્યારે પાલનપુર આબુરોડ હાઇવે ઉપર અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ના ચેખલા ગામ નજીક શાકભાજી ભરેલું પિકઅપ ડાલુ તેની ગતિ મુજબ પાલનપુર તરફ જઈ રહેલ ત્યારે અચાનક પાછળથી ટ્રેલર ચાલકે પોતાનું ગલફત ભર્યું ડ્રાઇવિંગના કારણે પીકઅપ ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતો ગાડી ત્રણ ગુલાટી ખાઈ સાઈડમાં 15 ફૂટ જેટલા ખાડામાં ઉતરી ગયેલ ત્યારે સદનસીબે ડ્રાઇવર નો આબાદ બચાવ થયેલ...

ત્યારે ટ્રેલર ચાલક ટક્કર મારી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો...

હાઇવે ઓથોરિટી ને જાણ કરતો તાત્કાલિક ક્રેન ની મદદ થી પીકઅપ ગાડીને બહાર નીકળવામાં આવી હતી

ત્યારે પીકપ ગાડીને અંદાજે દોઢ લાખ જેવું નુકસાન થવા પામ્યું હતું

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા