વનવિભાગે ધાતરવડી નદી કાંઠા વિસ્તારમાંથી સસલાના શિકાર કરતા ૩ આરોપીઓને ઝડપી ...
રાજુલા તાલુકાના જુની માંડરડી ગામ નજીક આવેલ ધાતરવડી નદી કિનારે અલગ અલગ જગ્યાએ ઈરાદાપૂર્વક સસલાના શિકાર કરી એક સસલાનુ મોત નિપજયુ હતુ. ત્યારે વન વિભાગ ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતા. અને રૂબરૂ સ્થળ ઉપર જ સસલાના શીકાર કરનાર ૩ શિકારીઓને ઝડપી પાડયા હતા. અને વન વિભાગે સસલું જીવ 1 અને ૪ મેવટા જમા લઇ રૂ. ૭૫,૦૦૦/- હજારનો દંડ ફટકાર્યો હતો.
જેમા આરોપીઓ ના નામ
(૧) રણજીત રવજી ગોહિલ,
(૨)ભરતબાલા ધાવણોદા,
(૩)હરેશ હકા ચૌહાણ
એમ ત્રણ શિકારીઓને ઝડપી લીધા હતા. અને ત્રણેય આરોપીઓને દંડની વસુલાત કરી જામીન પર મુક્ત કરવામાં આવેલછે. આ કામગીરીમા ઇન્ચાર્જ આર. એફ. ઓ.એ. એલ. વાવડીયા, ફોરેસ્ટર ઓફિસર હરેશભાઇ બારૈયા, ટ્રેકર સંજયભાઈ બારૈયા, ધનરાજભાઇ વાળા સહિત વન વિભાગ ટીમ દ્વારા કરવામા આવેલ છે.