ડીસા ના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસ..

પાલનપુર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા પિતાની હાલત ગંભીર..

પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની કરી અટકાયત..

હજુ 3 આરોપીઓ પોલીસ પકડ થી દૂર..

ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજ માં અભ્યાસ કરતી યુવતી ને પ્રેમ જાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈ ને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું..

બાદ માં યુવતી ના ભાઈ પાસે હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકો ને અલગ રહેવા લઈ ગયો હતો..

પિતાએ યુવક પાસે તેની પુત્રી ,પત્ની અને પુત્ર ને પરત માંગતા તેને ધર્મ પરિવર્તન કરવાનું કહી 25 લાખની માંગણી કરી ધમકી આપતાં પિતાએ પાલનપુર માં ઝેરી દવા પીને આત્મ હત્યા ની કોશિશ કરી હતી..

પીડિત પિતા એ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત..