ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌકા-લીંબડીને જોડતો કોઝ-વે તૂટી ગયો હતો. જેના કારણે સૌકા, લિયાદ અને લાલિયાદ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 12000થી વધુ વસ્તી ધરાવતા ત્રણેય ગામનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.સૌકાથી પસાર થતી લીંબડી-બોટાદ વચ્ચેની નર્મદા કૅનાલ તૂટી : ભારે વરસાદ કારણે ઉપરના ગામોનું વરસાદી પાણી સૌકા ગામની સીમમાંથી પસાર થતી લીંબડી-બોટાદની મુખ્ય નર્મદા કૅનાલની પાળ સાથે ટકરાયું હતું. પાણીને જવાનો માર્ગ નહીં મળતા કૅનાલની બન્ને પાળ તોડી નાખી હતી. જેના કારણે લીંબડી-બોટાદ વચ્ચેની નર્મદા કૅનાલ તૂટી ગઈ હતી. ઉપરવાસના ગામોની સીમનું પાણી સૌકા ગામમાં ઘૂસી જવાનો ખતરો ઊભો થયો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं