પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઇક્કો ગાડીમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો અતિ ગંભીર હોવાના કારણે સારવાર અર્થ પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે, સારવાર દરમિયાન તેમના પણ કુરુણ મોત નીપજ્યા હતા, અકસ્માત ના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રષ્યો સામે આવ્યા હતા..
પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢ ના ચેખલાના પાટિયા નજીક ઇક્કો અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ઇક્કોના આગળના ભાગના કુર્ચેકુરચા ઉડી ગયા હતા, ઇક્કોમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, અકસ્માત નો અવાજ થતા જ આજુ બાજુના લોકો દોડી પહોંચી ટ્રક માં ફસાયેલા લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા, જ્યારે બે લોકોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા હતા, જેમના પણ સારવાર દરમિયાન મોત થયા હતા..
ચેખલા પાટિયા નજીક નેશનલ હાઇવે પર એક્કો ગાડી અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતની જાણ પોલીસ ને થતા અમીરગઢ પોલીસ તત્કાલી ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી, જોકે અકસ્માત ના કારણે નેશનલ હાઇવે ઉપર વાહનો ની લાંબી કતારો લાગી હતી એલ એન્ડ ટી વિભાગ દ્વારા અને પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ કર્યા હતા..
 
  
  
  
  
   
   
  