ચોટીલાના નાના કાંધાસર ગામે યુવતિની છેડતી બાબતે પાડોશી શખ્સો વચ્ચે મારામારી થતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલીયા (ઉ.વ.પ0) નામના મહિલા પર ટ્રક ચડાવી ચગદી નાખી હત્યા કરાઇ હતી. જયારે મારામારીમાં મંજુબેનના પુત્ર ગોવિંદ (ઉ.વ.35)ને માથામાં ઇજા થતા તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.બનાવના પગલે ચોટીલા પોલીસ દોડી ગઇ હતી. આરોપી તરીકે ટ્રક ડ્રાઇવર રામશીભાઇ શિવાભાઇનું નામ આપ્યું છે. ગઇકાલ ેગોવિંદભાઇના પત્ની પર આરોપીઓએ ધારીયા વડે હુમલો કર્યો હતો તેવો આક્ષેપ થયો છે. ગઇકાલે પોલીસને આ હુમલાની જાણ કરાઇ હતી. પણ તત્કાલ એકશન ન લેતા આ હત્યાનો બનાવ બનવા પામ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે.