ચોમાસાની ધમાકેદાર શરૂઆતે તેનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે.મોસમના વરસેલા વરસાદના આંકડા જોતા કામરેજમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.ઠેર ઠેર પાણી ભરાવા સાથે કામરેજ વિસ્તારમાં દિવાલ,મકાનો સહિત ઘરના પતરા તૂટી જવાની ધટના બનવા પામી છે.ત્યારે શુક્રવાર મધ્ય રાત્રીએ વરસેલા વરસાદને પગલે કામરેજના ઘલા ગામે આવેલા નાના માછીવાડ ખાતે રહેતા શ્રમજીવી પરિવારનું મકાન તૂટી પડવાની ઘટના બની હતી.ઘલા ગામના નાના માછીવાડ ખાતે રહેતા પુષ્પાબેન દુર્લભભાઈ પટેલના પરિવારમાં પુષ્પા બેન મજૂરી કરે છે.પુત્ર પુનિત સુરત ખાતે હિરા મજૂરી તેમજ પુત્રી પાયલ કોલેજમાં અભ્યાસ કરે છે.સંજોગવશાત પુષ્પાબેન પુત્ર પુનિત,અને પુત્રી પાયલ સાથે તેમના પતિથી અલગ રહી વતન ઘલા ગામ ખાતે વસવાટ કરે છે.ગત રોજ રાત્રીના અઢી વાગ્યા આસપાસ પુષ્પા બેન પરિવાર સહ ઘરમાં સૂતા હતા ત્યારે વરસતા વરસાદમાં પુત્ર પુનિત પેશાબ માટે ઉઠતા તેણે ઘરની દિવાલ તૂટવા લાગતા તેણે માતા પુષ્પાબેન અને બેન પાયલને જગાડી ઘરમાંથી સલામત જગ્યાએ લઈ ગયો હતો.વરસાદના પગલે શ્રમ જીવી પરિવારનું આશ્રય સ્થાનની દિવાલ તૂટીને ધરાશયી થતા પુષ્પા બેનનો પરિવાર મુસીબતમાં આવી પડ્યો છે.(સુરત ખાતે હિરા મજૂરી કરતા પુષ્પાબેનના પુત્ર પુનિત મધ્યરાત્રીના અઢી વાગ્યા આસપાસ પેશાબ માટે જાગ્યો હતો.ત્યારે ઘરની દિવાલ ધરાશયી થતા નજરે પડી હતી.જેથી ઝડપથી માતા અને બહેનને જગાડી ઘરની બહાર લઈ ગયો હતો.દિવાલ પડવાની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અમારો પરિવાર ઘરમાં દિવાલ નજીક જ સૂતો હતો.પરંતુ સદનસીબે અમો બચી ગયા)