મહેસાણા શહેર અને ગામડાઓમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તસ્કરોને ઝડપવા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ વચ્ચે ઘરફોડ ચોરીના કેસમાં ફરાર થયેલા આરોપીને મહેસાણા LCB ટીમે બાતમીના આધારે ખેરાલુથી દબોચી લીધો હતો.

મહેસાણા LCB ટીમના માણસો ખેરાલુ ખાતે પેટ્રોલીગ પર હતા. એ દરમિયાન ASI રાકેશસિંહ તથા પાર્થ કુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કેસમાં ખેરાલુ તાલુકા પોલીસમાં નોંધાયેલા કેસનો આરોપી જાદવ સુરપાલ સિંહ ઉર્ફ સુપાજી ખેરાલુ સિદ્ધપુર ચોકડી બસ સ્ટોપ પાસે છે. જેથી પોલીસે સમગ્ર મામલે સ્થળપર જઈ કોર્ડન કરી જાદવ સુરપાલ સિંહને ઝડપી લીધો હતો અને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યો હતો.