આજના દિવસે દર વર્ષે ૧લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે જેમાં ડોક્ટર્સ ડે નો આ ખાસ દિવસ એવા તમામ ડોક્ટરોને સમર્પિત છે જેઓ રાત દિવસ જોયા વિના જીવન મૃત્યુ વચ્ચે ઝઝુમી રહેલા લોકોની સારવાર જ નથી કરતા પરંતુ તેઓને નવજીવન પણ બક્ષે છે જેમાં સમાજમાં ભગવાનનું સ્વરૂપ ગણાતા તબીબોને લોકો સૌથી ઉપર રાખે છે જેને અનુલક્ષીને ૧લી જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ૧લી જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટરર્સ ડે નિમિત્તે હાલોલના તબીબોએ અનોખી રીતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરી હતી જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલના તબીબો દ્વારા હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે પ્રસુતિગૃહમાં આવેલ હાલોલ મહાજન આરોગ્ય મંડળના સહયોગ અને પ્રસિદ્ધ  પોલીકેબ કંપની દ્વારા સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત અન્ય મહાનુભવોએ પણ વિશેષ હાજરી આપી હતી જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલના સેક્રેટરી અને નામાંકિતમાં માં સરજીકલ હોસ્પિટલના ડોક્ટર વિજયભાઈ પટેલની આગેવાનીમાં હાલોલની તમામ નામાંકિત હોસ્પિટલો અને દવાખાનાના તબીબો સહિત સ્ટાફે રક્તદાન કરી રક્તદાન એ મહાદાન છે એના સૂત્રોને સાર્થક કર્યું હતું અને પોતાની સોશિયલ જવાબદારી નિભાવી હતી 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જ્યારે જાણવા મળ્યા મુજબ જ્યારથી હાલોલના પ્રસુતિ ગૃહ ખાતે હાલોલ મહાજન આરોગ્ય મંડળના સહયોગથી પોલીકેબ કંપની દ્વારા પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી હાલોલ પંથક ખાતે હોસ્પિટલોમાં અણીના સમયે ઊભી થતી બ્લડની અછતને નિવારી શકાય છે અને પહેલાની જેમ હવે વડોદરા કે ગોધરા તરફના બ્લડ સેન્ટરો સુધી દોડવું નથી પડતું  જેને લઇને ઉપસ્થિત તબીબોએ  હાલોલ મહાજન આરોગ્ય મંડળ અને પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો  જ્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી તબીબોએ હાલોલ પંથકની તમામ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓને પણ આગળ આવી વધુમાં વધુ આ બ્લડ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પો યોજી પંથકમાં ક્યારેય પણ બ્લડની અછત ન સર્જાય તેને લઈને આહવાન કર્યું હતું.