દસાડા તાલુકાના ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થોડા દિવસ પહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે કોઇ ઈજા થઈ ન હતી આટલે ન અટકતા મોડી રાત્રે એક મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એથી મહિલાને લોહીલુહાણ હાલતમા દસાડા હોસ્પિટલમા ઘસેડાઈ હતી. જ્યાં 11 જેટલા ટાકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વધુમાં મહિલાને વધુ સારવાર અર્થે વિરમગામ પણ લઈ જવાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.આ ચકચારી બનાવ બાદ‌ રોસે ભરાયેલા ગ્રામજનો દસાડા પોલીસે મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા.જ્યારે આ બાબતે દસાડા ગ્રામ પંચાયતને જાણ થતા રખડતા ઢોરને ઝડપી માંડલ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે. અને તે બાબતે કાર્યવાહી હાથધરી હોવાનું વધુમા તેમણે જણાવ્યું હતુ. દસાડાના ગ્રામજનોમા રખડતા ઢોર દ્વારા થતી વારંવારની હેરાનગતિથી રોષ ભભુકી ઉઠયો હતો. અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય‌ એ પહેલા તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.