વાવાઝોડુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. અને સતત ગુજરાત નજીક આવી રહ્યું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વાવાઝોડુ કચ્છ ને હિટ કરે તેવી ૯૦% શકયતાઓ બની ગઈ છે.
જો થોડુ ઉપર રહે તો પાકિસ્તાન માં જાય
થોડું નીચે રહે તો પશ્ચિમ_સૌરાષ્ટ્ર માં જાય
પરંતુ બધી સ્થિતિ કચ્છ માં જાય તેવું બતાવે છે.
એટલે હવે કચ્છ વાળા કોઈ ગફલતમાં રહ્યા વગર બે દિવસમાં બધી તૈયારી કરી લેજો.
અઠવાડિયા નું રાશન, ફોન, ટોર્ચ બધી વસ્તુ માં ફૂલ ચાર્જિંગ, કોઈપણ જગ્યાયે પતરાં નાખેલા હોય તો તેને નીચે ઉતારી લો. અથવા તેની ફરતે બેલા જેવી વજન વાળી વસ્તુ થી કવર કરી લો.
જ્યારે વાવાઝોડુ શરૂ થાય ત્યારે ઘરનો મુખ્ય ડેલો ખુલો કરી નાંખો એટલે પવન ની અવર જવર થઈ જાય અને ડેલો પડી ના જાય.
પશુઓને ખુલ્લામાં રાખો. જેવી અન્ય ઘણી બનતી બધી સાવચેતી રાખવી...
આ વાવાઝોડુ ૧૫ તારીખે બપોર પછી ત્રાટકે તેવી સંભવના છે.
પરંતુ ચાલવાની ગતિમાં થોડો ફેરફાર થયા કરતો હોય નજીક જતા જતા પાક્કો સમય પણ મળતો જશે.
કોના વિસ્તારમાં કેવો પવન રહી શકે તે નીચે મુજબ વિગતવાર આપવા પ્રયાસ કર્યો છે
સૌરાષ્ટ્ર_કચ્છ મા કેટલી ઝડપે પવન ફૂંકાછે તે જાણો
કચ્છમાં ૧૩૦ કિ.મિ. થી ૧૫૦ કિ.મિ.
દ્વારકા, જામનગર માં ૧૧૦ કિ.મિ થી ૧૩૦ કિ.મિ.
મોરબીમાં ૧૦૦ કિ.મિ થી ૧૨૦ કિ.મિ.
પોરબંદર અને રાજકોટમાં ૮૦ કિ.મિ થી ૧૦૦ કિ.મિ.
જૂનાગઢ અને સોમનાથમાં ૬૦ કિ.મિ. થી ૮૦ કિ.મિ.
અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં ૫૦ કિ.મિ. થી ૬૦ કિ.મિ. પવન રહેશે.
નોંધ === આ પવનની ગતિ અંદાજીત છે.રૂટ થોડો ઉપર નીચે થાય તો પવનની ગતિ પણ ઉપર નીચે થઈ શકે એમ હોય.
જ્યારે ઉત્તર_ગુજરાત,મધ્ય_ગુજરાત, દક્ષિણ_ગુજરાત માં ૩૫ કિ.મિ. થી ૪૫ કિ.મિ. પવનો રહેશે.
ગઈકાલ વાવાઝોડાની ધીમી ગતિને લઈને જોઈએ તેવો વરસાદ જોવા મળ્યો નહિ પરંતુ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ_ગુજરાત માં દરિયાકાંઠા થી વરસાદ ચાલુ થતો જશે અને ધીમે ધીમે અંદર ના વિસ્તારમાં આવતો જશે..
વધુ લોકો સાવચેત થઈ શકે એ હેતુ થી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરી આખા ગુજરાત માં પહોંચાડજો
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.