હવામાન વિભાગની આગાહી મુજબ ગુજારત સહીત સમગ્ર દેશમાં મેઘ તાંડવ યથાવત છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદથી ફરી એક વાર અમદાવાદ - આબુ હાઇવે ઉપર ખાડા પડી તમાં પાણી ભરાયા હતા. ટ્રક પલટી ગઇ હતી. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાત્રિ દરમિયાન પડેલા વરસાદના પાણી ભરાતા હાઇવે ઉપર ખાડાઓ પડી જતા એક ટ્રકનું ટાયર ખાડમાં પડતાં ટ્રક પલટી મારી ગયો હતો. સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો . ટ્રક પલટી મારતા જ ટ્રકમાં રહેલો માલ સામાન પાણીમાં પલળી ગયો હતો. જ્યારે ડીસામાં ગઈકાલે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણ અને ભારે ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બે કલાક સુધી સતત વરસાદ થતા અંદાજે 40 મિમી જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. હવામાન વિભાગ દ્વારા ચોમાસામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે દરમિયાન ચોમાસાની શરૂઆતમાં જ ડીસા પંથકમાં પોણા બે ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલ્લાકમાં વરસેલા વરસાદના આંકડાં અનુશાર દાંતીવાડા 53 મિમી, ધાનેરા 52 મિમી, ડીસા 40 મિમી વડગામ 20 મિમી. વરસાદ પડ્યો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાંતાબા હોસ્પિટલ અમરેલી ખાતે ગ્લુકોમા-મોતિયાનું ઓપરેશન કરવામાં આવેલા ૧૧ દર્દીઓને અમદાવાદ-રાજકોટ-ભાવનગર રીફર કરવામાં આવ્યા
અમરેલી, તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે....
જાડી ગામે પુરતો વોલ્ટેજ ના મળતા ખેડુતોમાં આક્રોશ...
ધાનેરાના જાડી ગામે પુરતા વોલ્ટેજ ના મળતાં ખેડુતોમાં આક્રોશ....
ધાનેરા તાલુકાના જાડી ગામે...
સુરતમાં આગ દુર્ઘટના,અમરોલીમાં રોડ પર ઉભેલા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી | SatyaNirbhay News Channel
સુરતમાં આગ દુર્ઘટના,અમરોલીમાં રોડ પર ઉભેલા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી | SatyaNirbhay News Channel
ખંભાતના ઉંદેલના વેપારીને સિમેન્ટની એજન્સી આપવાના બહાને રૂ.13.55 લાખનો ચૂનો ચોપડાયો !
ખંભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રક્શન નો માલ સામાન વેચવાનો ધંધો કરતા બે...
2024 Maruti Suzuki Swift vs Hyundai Exter: फीचर्स, कीमत और स्पेसिफिकेशन के मामले में कौन बेहतर? खरीदने से पहले जानें
Swift की लंबाई 3860 मिमी चौड़ाई 1735 मिमी ऊंचाई 1520 मिमी और इसका व्हीलबेस 2450 मिमी है। मारुति...