કાંકરેજ તાલુકાના કંબોઇ-ઉંબરી પાસેથી પાટણ-ભીલડી રેલ્વ લાઈન પસાર થાય છે. ત્યારે બુધવારે મોડી રાત્રે કંબોઇથી ઉંબરી વચ્ચે એક યુવતી અને એક યુવક કોઈક કારણથી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું.કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈ રહસ્ય સર્જાયું છે.
આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. કંબોઇ થી ઉંબરી તરફના રેલવે પાટા પર બુધાવરની મોડી રાત્રે 10 વાગ્યાં આજુબાજુ આવતી ટ્રેનમાં એક યુવક અને એક યુવતી પાટા પર પસાર થતી ટ્રેનમાં પડતું મૂક્યું હતું. આ બંન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ શિહોરી પોલીસને થતાં શિહોરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. જેમાં આ બંન્ને લોકો સરસ્વતી તાલુકાના ટાકવાસણાના હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં મૃતક યુવતી તેજલબેન દિનેશજી ઠાકોર અને યુવક પ્રવિણજી કમસીજી ઠાકોર (બંન્ને રહે.ટાકવાસણા, તા.સરસ્વતી,જી.પાટણ) ના હોવાનું જાણવા મળ્યું હતું. બંન્ને જણાએ ચાલુ ટ્રેનમાં એકસાથે પડતું મૂકી મોતને વહાલું કર્યું છે.
આ અંગે દિનેશજી બાબુજી ઠાકોરએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બંન્ને જણાએ શું કારણથી ટ્રેન નીચે પડી મોતને ભેટ્યા તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. બન્ને યુવક અને યુવતી બાઇક લઇને આવ્યા હતા અને કંબોઇ થી ઉંબરી વચ્ચે રેલવે ટ્રેક પાસે બાઇક મૂકી અને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.