આજરોજતારીખ 30/ 6/2023/ શુક્રવાર,ગામ જનોડ,તાલુકો- બાલાસિનોર જીલ્લો મહીસાગર ખાતે નવસર્જન ટ્રસ્ટના નેજા હેઠળ સંવિધાન જાગૃતિ શિબિરનું આયોજન કરેલ,જેમાં બંધારણ આધીન મૂળભૂત અધિકારો,નાગરિકતા,પર્યાવરણનું જતન,નાગરિકની ફરજોતેમજ સાણંદ નાનીદેવતી ખાતે દલિત શક્તિ કેન્દ્રમાં ચાલતા વ્યવસાયિક તાલીમ અંગે,અને ગુજરાતમાં ક્યાંય બનાવેલ નથી તેવું બંધારણ મ્યુઝિયમ,સાણંદ નાની દેવતી દલિત શક્તિ કેન્દ્ર ખાતે બનાવેલ છે.તે અંગે વિસ્તૃત ચર્ચા કરેલ,આ શિબિરનું સંચાલન ઠાસરા તાલુકા ના ગીતાબેન મકવાણા તેમજ ખેડા, આણંદ,પંચમહાલ,વડોદરા,અમદાવાદ,જિલ્લા ના સહ કાર્યકરો,વિનુભાઈ મકવાણા, અંબાલાલભાઈ,પરેશભાઈ, ચંદ્રિકાબેન,પ્રવીણભાઈ,રાજેશભાઈ,કપિલાબેન,રમીલાબેન, જશુભાઈ તેમજ કાંતિભાઈ અને કિરીટભાઈ તેમજ ગામના નિવૃત્ત કર્મચારીઓ,મણીભાઈ સોમાભાઈ ચૌહાણ અને ગલાભાઈ ચૌહાણ,સુરેશભાઈ,દક્ષાબેન, હંસાબેન,વગેરે સહકાર આપી શિબિર કરેલ છે.

રીપોર્ટર : સૈયદ અનવર. ઠાસરા. ખેડા