ક્રીસેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈ (તામિલનાડુ) ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)માં એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલેજની બે એન.એસ.એસ. સ્વયંસેવક યુવતીઓ રોહિણી પટેલ અને બીજલ પરમારે ભાગ લઈ હાલોલ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધારેલ છે જેમાં રોહિણી પટેલ અને બીજલ પરમારે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને હાલોલ કોલેજનું નામ ભારતભરમાં ગુંજતું કરેલ છે આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચ ભાઈઓ અને પાંચ બહેનોએ ભાગ લીધો હતો જ્યારે ટીમના લીડર તરીકે હાલોલ કોલેજના પ્રાધ્યાપક ડો. સંજય જોષીએ ભૂમિકા અદા કરી હતી.
હાલોલની એમ.એન્ડ વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની 2 યુવતીઓએ દેશભરમાં હાલોલનો ડંકો વગાડ્યો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/06/nerity_dd5cbcd706940b942dbdefa31058cab9.jpg)