ગત મોડી રાતે અંબાજી ખાતે એક બળદ નું કરંટ લાગવાથી થયું કરુણ મોત
ગૌરક્ષકો દ્વારા યુ જી વી સી એલ ના કર્મચારીઓને ફોન લગાવવામાં આવ્યો પણ 30 મિનિટથી વધુ સમય રાહ જોવાથી પણ નથી આવ્યા કર્મચારી
ચાલુ વરસાદે વાયરો છુટા પડેલા હોવાથી પાણીમાં કરંટ ફેલાતા બળદ નું મોત નીપજ્યું
આમાં જવાબદાર UGVCL કે અંબાજી ગ્રામ પંચાયત કોની બેદરકારી સામે આવી બેવ એકબીજા ઉપર આક્ષેપ મૂકી રહ્યા છે
યુ જી વી સી એલ ઓફિસ ની સામે 20 મીટરના અંતરે ગાય નું શોર્ટ સર્કિટથી મૃત્યુ નીપજ્યું
ગામજનો દ્વારા ગૌરક્ષકોને ટેલીફોનિક જાણ કરવાથી ટૂંક સમયમાં ગૌરક્ષકો ઘટના સ્થળે પહોંચ્યા
બળદ સ્ટ્રીટ લાઈટ ના જંકશન બોક્સ ને અડવાથી લીકેજ કરેંટ ના કારણે બળદ નું મોત
આસપાસના વિસ્તાર ના લોકો દ્વારા પણ જાણવા મળેલ છે કે આ સ્ટ્રીટ લાઈટ ના બોક્સ ની બાજુ માથી પસાર થતાં ગણા લોકોને કરંટ નો ઝાટાકો લાગેલ છે. જે ગણી ગંભીર બાબત છે.
ડિસ્ટ્રિબ્યૂશન બોક્સ માથી કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે અંબાજી ગ્રામ પંચાયત ના વિજજોડાણ ને હંગામી ધોરણે વિજપુરવઠો UGVCL દ્વારા બંધ કરવામાં આવીયો
અંબાજી ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટ ના વિજજોડાણ ની આંતરિક સર્કિટ તપાસ કરી લીકેજ કરંટ દૂર કરી અને જરૂરી HCB લગાવી - UGVCL
વાવાઝોડા ના કારણે ઘણા સમયથી અંબાજી મેન માર્કેટમાં લાગેલા થાંભલા ની લાઈટ બંધ હોવાના કારણે અંધકાર છવાઈ ગયો છે જેના કારણે અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતની નીંદર અવસ્થામાં જોવા મળી રહી છે જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠી છે