વલસાડમાં રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ વખતે રિક્ષા સ્ટેન્ડ પર પાર્કિંગનો પ્રતિબંધ ફરમાવ્યા બાદ હવે કોરોના કાળ પૂર્ણ થયા બાદ પણ ફરીથી રીક્ષા પાર્કિંગ માટે મંજૂરી ન મળતા રિક્ષાચાલકોએ ફરી પાર્કિંગ માટે માંગ કરી હતી,જ્યારે બીજીતરફ દ.ગુ.પાસ હોલ્ડર્સ ગ્રુપ દ્વારા પણ સ્ટેશન પર સુવિધાઓ પૂરી પાડવા એઆરએમ સમક્ષ રજૂઆત કરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિગતો મુજબ વલસાડ રેલવે સ્ટેશનનું આધૂનિકરણ કરાયા બાદ 2 વ્હીલર અને 4 વ્હીલર,પીકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ એમ ચાર અલગ અલગ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા હતા.આ અદ્યતન સુવિધાને લઇ મુસાફરોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ હતી.
પરંતું ત્યારબાદ કોરોનાની એન્ટ્રી થતા પાર્કિંગ માટે પ્રતિબંધ કરમાવી દેવામાં આવ્યો હતો.
દરમિયાન હવે કોરાનાકાળ પૂરો થયા બાદ ટ્રેન વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થયો હતો તેમ છતાં રેલવે સ્ટેશન પર ઓટો રિક્ષા સ્ટેન્ડ ડ્રોપ અને પીકઅપ સ્ટેન્ડ પર જવાની પરવાનગી આપવામાં ન આવતાં મુસાફરોને રેલવે સ્ટેશન બહારના ગેટ પર જ રિક્ષામાંથી ઉતરીને સ્ટેશન પ્લેટફોર્મ સુધી અને ટ્રેનમાંથી ઉતરીને મુસાફરોને સ્ટેશન બહારના ગેટ સુધી સામાન ઉંચકીને આવવાની ફરજ પડી રહી છે.જેમાં ખાસ કરીને સિનિયર સીટીઝન અને મહિલા મુસાફરો હેરાન થઈ રહયા છે.
મુસાફરોને ઉતાવળમા ટ્રેન પકડવાની સ્થિતિ માં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
અંગે અવારનવાર માંગણી છતાં રિક્ષા સ્ટેન્ડ પર જવા દેવામાં ન આવતાં બુધવારે રિક્ષાચાલકોએ એઆરએમ ત્યાગીને લેખિત રજૂઆતો કરી સ્ટેશન ઉપર ઓટો રિક્ષા સ્ટેન્ડ તરીકે નિયુક્ત વિસ્તારમાં પ્રવેશની મંજૂરી આપવા માગ કરી હતી.
વલસાડ દ.ગુ.પાસ હોલ્ડર્સ ગ્રુપ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ નિષિથ એન્જિનીયર અને ગ્રુપના મહિલા પ્રતિનિધિ તેજલ પટેલે એઆરએમ ત્યાગીને રજૂઆત કરતાં જણાવ્યું કે,ઓટો રિક્ષા સ્ટેન્ડ પર પ્રવેશની મનાઇને લઇ મુસાફરોને સરસામાન ઉંચકીને 200 મીટર સુધી ચાલવાની નોબત આવી રહી છે.
જેમાં વૃધ્ધો,મહિલાઓ,દિવ્યાંગ,બાળકોની હાલત કફોડી બને છે.
જેથી નવા સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ સુધી પ્રવેશ અને પીકઅપ માટે મંજૂરી આપો.ટીકીટબારીથી પણ 80 મીટર ચાલીને પ્લેટફોર્મ પર પહોંચવું પડે છે.
વડોદરા વલસાડ ઇન્ટરસિટીને પ્લેટફોર્મ નં.4 કે 5 પરથી નહિ પરંતું અગાઉની જેમ પ્લેટફોર્મ નં.1 પરથી ઉપાડવા અને લાવવાની સુવિધા પૂન: શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.