ગ્રાહક ને ઇન્સ્યોરન્સ ના પુરા રૂપિયા ન ચુકાવતા બનાસકાંઠા ગ્રાહક અદાલતે ઓરિએન્ટલ કંપની ને 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવી આપવા કર્યો હુકમ..
કોરોના ની સારવાર માં થયેલ ખર્ચના વીમા ક્લેમમાં થી વગર કારણે નાણાં કાપી લેનાર ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ને બનાસકાંઠા ગ્રાહક અદાલતે લપડાક મારી બાકી રહેતી વીમા ક્લેમ ની રકમ 9% વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે..
ડીસા ના જાણીતા વેપારી લક્ષ્મી નારાયણ અગ્રવાલ કોરોના નો ભોગ બન્યા હતા અને કોરોના ની સારવાર પાછળ 5,05,004/- રૂપિયા ની મોટી રકમનો ખર્ચ થયો હતો, ગ્રાહકે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસે થી રૂપિયા પાંચ લાખની મર્યાદામાં ઓરિએન્ટલ મેડીક્લેમ પોલીસી લીધેલ હોઇ ગ્રાહકે વીમા કંપની નો સંપર્ક કરી વીમા કંપની ના જણાવ્યા મુજબના તમામ દસ્તાવેજો સાથે રૂપિયા પાંચ લાખનો ક્લેમ મુકયો હતો, વીમા કલેમ મળતાં વીમા કંપનીએ ગ્રાહકના ખાતામાં ₹3,60,761/- બારોબાર જમા કરાવી દીધેલ, વીમા ક્લેમની પૂરે પૂરી રકમ ન મળતા ગ્રાહકે વીમા કંપની નો વારંવાર સંપર્ક કરી બાકી રહેતા વીમા ક્લેમ ના નાણા ચૂકવી આપવા વિનંતી કરેલી..
પરંતુ વીમા કંપનીએ કોઈજ વાત ન સાંભળતા ગ્રાહકે ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા ના પ્રમુખ અને જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે ને મળી રૂબરૂ લેખિત ફરિયાદ આપેલી, ગ્રાહક ની ફરિયાદ ને ગંભીરતા થી લઈ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા એ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં વીમા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી..
ચાલુ ફરિયાદે રજુ થયેલા દસ્તાવેજો અને સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્મા ની ધારદાર દલીલો ને બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત ના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય બી. જે. આચાર્ય ની જ્યુરીએ માન્ય રાખી ગ્રાહક તરફ થી ચુકાદો આપ્યો અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોવિડ 19 વાયરસ સંબંધિત વીમા કેસોની પતાવટ માટેની ગાઈડલાઈન જારી કરેલ છે અને તે મુજબ વીમા કંપની કોવીડ 19 ની સારવાર માટે મેડીક્લેમ કાપી શકે નહીં અને જો કોવિડ 19 ની સારવાર માટે થયેલ ખર્ચની રકમ કપાત કરવામાં આવે તો તે કાયદાના ભંગ સમાન હોવાનું ઠરાવી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત ની જયુરીએ વીમા કંપનીને ₹. 1,39, 239/- રૂપિયા 9% વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે..