લીબડી તાલુકા ઉઘલ ગામે ગટરના પાણીના નિકાલ માટે કૌટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી થતાં ભત્રીજાને ઈજા પહોંચી હતી. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. જ્યારે પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો.ઉધલ ગામે રહેતાં સાગરભાઈ મુળજીભાઈ સલુરા તેમના ભાઈ શીવાભાઈ તથા તેમના કાકાના પુત્ર વિનોદભાઈ તથા ઘરની મહિલાઓ ભેગા મળીને ગટરના પાણીના નિકાલ બાબતે ઝગડો કરતા હતા.જેથી તેઓને સમજાવવા માટે તેમનાં ઘેર જતા હતા તે સમયે તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ ભાલાભાઈના ઘર પાસે પહોંચતાં તેમના કાકા સોમાભાઈ ઉંચા અવાજે જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા.જેથી તેમના કૌટુંબિક ભાઈ સોમાભાઈએ કહ્યું હતું કે, જો તું અમને મારીને રાજી થતાં હોય તો મારો એમ કહેતા તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ એકદમ ઉશ્કેરાઈને બોલાચાલી કરીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.તેવામાં તેમનો પુત્ર નરેશ ઉર્ફે મુન્નો સોમાભાઈ સલુરા, સોમાભાઈ ભાવાભાઈ સલુરા અને ભરત વિઠ્ઠલભાઈ સલુરા ત્રણેય ભેગા મળીને સાગરભાઈ ઉપર લાકડી તથા ઢીકાપાટુ વડે હુમલો કરીને ઈજાઓ પહોચાડી હતી.જ્યારે સાગરભાઈને ઈજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે સાગરભાઈ મુળુજીભાઈ સલુરાઅ ફરિયાદ નોંધાવતા લીંબડી પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं