ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન તથા સુચનાઓથી શહેરી વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે .ત્યારે હજુ શ્રાવણમાસ ને વાર હોય અને શકુનીયો જુગારની હાટડીઓ ખોલી પત્તાની મોજ માણે તે પેહલા પોલીસે દબોચી લીધા ધ્રાંગધ્રા સીટી પોલીસ ઇન્ચાર્જ પી આઈ યુ એલ વાધેલા પીએસઆઇ એમ એ સૈયદ, કોસ્ટેબલ,સરફરાજ અનવરભાઈ મલેક, સંજયભાઈ ડાભી, નવઘણભાઈ ખીટ, સચિનભાઈ સોઢા,સહિત સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે સમયે પોલીસ કોસ્ટેબલ સરફરાજભાઈ મલેકને મળેલ બાતમીના આધારે શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આવેલા કોરીપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના જુગાર રમતા આરોપી વિષ્ણુભાઈ ઉફે ભાણો નટુભાઈ કોળી, અજીતભાઈ ગોવિંદભાઈ કોળી, અતુલભાઇ સુરાભાઈ કોળી, જેન્તીભાઈ બાબુભાઈ કોળી, રમેશ ભીમજીભાઈ કોળી, રહે તમામ કોરીપરા વિસ્તાર ધ્રાંગધ્રા વાળા સહિત 5લોકોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડેલ પોલીસ પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રુ 2550 તથા મોબાઇલ નંગ 2 મળી કુલ 4050 ના મુદ્દામાલ કબજે કરી તમામ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं