જૂનાગઢની યુવતીને થાનમાં રહેતા યુવાન સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા બંને રિલેશનશિપથી રહેતા હતા. બાદમાં યુવતી રિલેશનશિપ ટૂંકાવવા માગતતા યુવાન ફોટા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી જૂનાગઢથી યુવતી હિંમત દાખવી થાન પહોંચી હતી. યુવાનથી છુટકારો મેળવવા યુવતીએ 181માં કોલ કરતાની સાથે જ સુરેન્દ્રનગર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર રુચિતા મકવાણા, કોન્સ્ટેબલ રંજનબેન વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરતા થાનમાં રહેતો યુવાન રિલેશનશિપ રાખવા ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દબાણ કરે છે અને તેને હવે તેની સાથે રહેવુંં નથી તથા કોઈ જ સબંધ રાખવા નથી તેવું જણાવ્યું હતું. 181ની ટીમ દ્વારા યુવકને બોલાવી કાયદાનો ડર બતાવ્યો હતો.જેથી તેના ફોનમાંથી ફોટા અને વીડિયો ડિલિટ કરાવ્યા હતા. અભયમ દ્વારા ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન આપ્યા બાદ ત્યારે યુવકે પોતાની ભૂલ સ્વીકારીને યુવતીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. પીડિતાની કાર્યવાહીથી સંતુષ્ટ હોવાથી આગળ કાર્યવાહી કરવા માગતા ન હોવાથી સુખદ નિરાકરણ થયું હતું. યુવતીએ 181 ટીમની અસરકારક કામગીરીને બિરદાવી હતી.