લીંબડી ઉંટડી પુલની પાસે એક ખાનગી કારમાં મુસાફરો ભરી અને સુરેન્દ્રનગર બાજુ આવી રહી હતી તેવા સમયે બે મુસાફરોને ચાર વ્યક્તિઓએ કારમાં જ લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ ઘટના લીબડી ઊંટડી પુલ પાસે આ બંનેને લૂંટી લઈ અને હાઇવે ઉપર ઉતારી મૂકવાની ઘટના પણ સામે આવી છે. આ બંને વ્યક્તિઓ લીબડી પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે આ અંગેની જાણકારી મળતા લીબડી પોલીસ પણ હાલમાં કામે લાગી ગઈ છે અને આ ખાનગી કારનાચાલકની સીસીટીવી ફૂટેજ તેમજ કયાની કાર છે અને કોણ છે તે પણ તપાસ હાથ ધરવા માટેની હાલમાં તજવીજ યાદ કરી રહી છે. હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ઊંટડી હાઇવે ઉપર સુરેન્દ્રનગર તરફ આવી રહેલી ખાનગી કાર લગભગ ચાર મુસાફરો પાછળ બેઠા હતા અને અન્ય બે મુસાફરો પણ સાથે બેઠા હતા તેવા સમયે સરવાડ ગામના મોતીભાઈ વસ્તાભાઈ ડાભી નામના વ્યક્તિ પાસે પોતાના થેલામાં રૂપિયા અઢી લાખની રોકડ રકમ ભરેલી હતી અને વઢવાણના ભાઈલાલભાઈ ધીરુભાઈ ની માતા પણ આ કારમાં મુસાફરી કરી રહ્યા હતા જેઓએ પોતાના ગળામાં ચાર તોલાની સોનાની મગમાળા પહેરેલ હતી.ત્યારે આ બંને વ્યક્તિઓને લીબડી ઊંટડી હાઇવે ઉપર કારમાં જ સરવાળ ગામના મોતી વસતાભાઈ ડાભી ના થેલામાં રહેલા રૂપિયા અઢી લાખની રોકડ રકમ ચાર વ્યક્તિઓએ લૂંટી લીધી અને વઢવાણના ભાઇલાલ ધીરુભાઈ સથવારા વઢવાણ ખાતે રહે છે તેમની માતાના ગળામાં રહેલ ચાર તોલાની મગમાળા બળજબરી પૂર્વક ઉતારી લઈ અને આ બંને વ્યક્તિઓને હાઇવે ઉપર ઉતારી મૂકી અને કાર મારી મૂકી હતી. આ ઘટના બનતા લીમડી પોલીસ મથકે તાત્કાલિક બંને વ્યક્તિઓ દોડી ગયા હતા ત્યારે વઢવાણથી પણ તેમની માતાએ તેમના પુત્રોને જાણકારી આપવામાં આવતા તેઓ પણ તાત્કાલિક અસરે કાર લઇ અને લીમડી પોલીસ મથકે પહોંચ્યા એનું જાણવા મળે છે.ત્યારે સરવાળ ગામના મોતી વસતાભાઈ પરિવારને પણ અંગેની જાણકારી આપવામાં આવતા તે પણ તાત્કાલિક અસરે લીમડી પોલીસ મથકે પહોંચી અને હાલમાં આ અંગેની ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે આ અંગેની ડીવાયએસપી મુંધવાને પણ લીબડી પોલીસ મથકે જાણકારી આપવામાં આવી છે ત્યારે હાલમાં ઉંટડીથી લઈ અને આગળ સુધીના સીસીટીવી ફૂટજો મેળવવાની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે ત્યારે હાલમાં એક જ સપ્તાહમાં આ લૂંટનો બીજો બન્યાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.