શ્રી અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. (ગાંજો, અફીણ, હેરોઇન, એમ.ડી.) વિગેરેના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગે.કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ચલાલા વિસ્તારમાં રહેતો નુરમામદ નજરમામદ બ્લોચ રહે.ચલાલા, તળાવ કાંઠે દહીડા વાસ, તા.ધારી, જી.અમરેલીવાળો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી ઃ

(૧) નુરમામદ નજરમામદ બ્લોચ, ઉ.વ.-૫૧, ધંધો-ડ્રાઈવીંગ રહે.ચલાલા, તળાવ કાંઠે દહીડા વાસ, માર્કેટ યાર્ડ ડેપો પાછળ તા.ધારી, જી.અમરેલીવાળો

કબ્જે કરેલ મુદ્દામાલ -

મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન ગે.કા. માદક પદાર્થ ગાંજો પોતાનાં ભાઇના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનની અગાસી ઉપર મુકી આવેલ હોય, જે ગે.કા. માદક પદાર્થ (૧) ગાંજો ૧ કીલો ૧૯૪ ગ્રામ, કિ.રૂા.૧૧,૯૪૦/- તથા (૨) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂા.૧૨,૪૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઈન્સ.,શ્રી કે.સી.રાઠવા ધારી સર્કલ, તથા શ્રી પી.બી.લક્ડ પોલીસ સબ ઈન્સપેક્ટ, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.