પાટડી તાલુકાના નાવીયાણી ગામે આવેલી ક્રિષ્ણા મારૂતી કંપનીમાંથી રૂ. 2.38 લાખના કોપર કેબલની ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં કોઇ અજાણ્યા તસ્કરો કંપનીમાં પાછળના ભાગે પડેલો 110 મીટર કેબલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના નાવીયાણી ગામે આવેલી ક્રિષ્ણા મારૂતી લિ. પ્લાસ્ટિક કંપનીમાં મારૂતી કંપનીની ફોરવીલ ગાડીના અલગ-અલગ પ્લાસ્ટિકના પાર્ટસ બનાવવામાં આવે છે. આ કંપનીમાં અંદાજે ચારસો જેટલા માણસો કામ કરે છે. ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમો કંપનીમાં પ્રવેશ કરી પાછળના ભાગે પડેલો 1 C 300mm SQ કોપર કેબલ- 110 મીટરનો જે એક મીટરની કિંમત રૂ. 2165 લેખે કુલ રૂ. 2,38,150ની અંધારામાં ચોરી કરી પલાયન થઇ ગયા હતા.આ બનાવ અંગે આ કંપનીમાં નોકરી કરતા મૂળ લખતરના અને હાલ મહેસાણા ખાતે રહેતા રવીન્દ્રસિંહ જીતુભા ઝાલાએ આ ચોરી બાબતે કોઇ અજાણ્યા ચોર ઇસમ સામે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસ ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઇ.ખડીયા ચલાવી રહ્યાં છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं