અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે બંધ હોવાનો ખોટો મેસેજ વાયરલ..
સુરેન્દ્રનગર:- અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ હોવાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ થયા હતા. જો કે વહિવટી તંત્રએ આ મેસેજ ખોટા હોવાનું જણાવીને હાઇવે ચાલુ હોવાની વાતની પુષ્ટિ કરી છે. કોઇએ આ ખોટા મેસેજમાં દોરવાવું નહીં તેવી અપિલ પણ કરવામાં આવી છે.સીકસલેનની કામગીરીને કારણે સવારે લીંબડી સર્કલ પાસે ટ્રાફિક જામ થયો હતોઅમદાવાદ-રાજકોટ હાઈવે પર સીકસલેનની કામગીરીને કારણે સવારે લીંબડી સર્કલ પાસે ટ્રાફિક જામ થયો હતો અને અંદાજે 6 કિલોમીટર સુધી હાઇવે પર બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી હતી અને લીંબડી પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કરી નેશનલ હાઇવે પર રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો….પરંતુ તેમ છતાંય સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ થયો હતો.સવારથી જ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલમંગળવાર સવારથી જ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ભારે વરસાદના કારણે બંધ હોવાનો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મેસેજમાં એમ પણ જણાવાયું હતું કે હાઇવે પર લીંબડી પાસે પુલ પર ખાડો પડતાં લગભગ 25 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. મેસેજમાં એમ પણ લખાયું છે કે આજે મોડી રાત સુધી ટ્રાફિક ક્લિર થવાની કોઇ શક્યતા નથી. જેથી હમણા કોઇ રાજકોટ કે અમદાવાદ સફર કરવા નિકળવાના હોવ તો રસ્તો બદલી દેશો અને આ મેસેજને વધુ વાયરલ કરવા પણ જણાવાયું હતું.હાઇવે હાલ સંપૂર્ણ રીતે રાબેતા મુજબ શરૂ હોવાની કરી પુષ્ટિજો કે આ મેસેજ બાબતે તંત્રએ ખુલાસો કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે હાલ સંપૂર્ણ રીતે રાબેતા મુજબ શરૂ હોવાની કરી પુષ્ટિ કરાઇ છે. હાલ અનેક વાહનોની અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર થી અવરજવર શરૂ છે અને ક્યાંય પણ હાઇવે બંધ ન હોવાની લોકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮