તસ્વીર/અહેવાલ-:પ્રકાશ ગૌસ્વામી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આવેલ નવા બસ સ્ટેન્ડમાં રાજસ્થાનના શખ્સ થેલામાં વિદેશી દારૂ રાખી અને ફરતો હોવાની પોલીસની ખાનગી બાતમી મળતાં ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ ચૌધરીની ટીમે સત્વરે આવી બસ સ્ટેન્ડ માં હાથમાં થેલા લઈને ફરતાં શંકાસ્પદ ઇસમને ઝડપીને તલાશી લેતા સદર ઈસમ જોડેથી થેલામાંથી વિદેશી બ્રાન્ડની અલગ અલગ ઈંગ્લીશ દારૂની બોટલો મળતાં પોલીસે અટકાયત કરીને વધુ આગળની તપાસ હાથ ધરી છે જેમાં જો આ બનાવની વિગત વાર વાત કરીએ તો ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કી.રૂ.૩૨,૮૮૦/- મળી કુલ કિ.રૂ.૪૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડીસા શહેર ઉત્તર...
જે.આર.મોથલીયા, પૉલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ, વી.એમ.ચૌધરી, પો.ઇન્સ. પો.સ્ટે. સ્ટાફના માણસો સાથે ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. વિસ્તારમા/ પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપી દલારામ ઉર્ફે દિનેશ મુળારામ જાતે.સરવણ(જાટ) રહે.લીલસર (શેરપુરા) સરણોકા તલા તા.ચૌહટન જી.બાડમેર (રાજ.) વાળા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૩૨,૮૮૦/- તથા રોકડ રકમ. રૂ.૧૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા થેલાઓ નંગ-૦૨ કીમત રૂ.૦૦/૦૦ એમ કુલ કિ.રૂ.૪૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.- કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત વી.એમ.ચૌધરી,પો.ઇન્સ.જયંતીભાઈ,હેડ.કોન્સ.વનરાજજી,પો.કોન્સ. કરશનભાઇ,પો.કોન્સ. અરવિંદભાઇ,પો.કોન્સ., વિક્રમસિંહ,પો.કોન્સ.,ડીસા ઉત્તર