સુરેન્દ્રનગર શહેરમાં નવી એસપી પાસે રહેતી યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા નામના વ્યંઢળ એ થોડા દિવસ પહેલા જ અનૈતિક સંબંધોના કારણે મંડપના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વઢવાણ પાસે પસાર થતી મૂળચંદ કેનાલ ઉપર પેટ્રોલ છાતી અને જીવતો સળગાવવાની ઘટનામાં વ્યંઢળ ની ધરપકડ કરવામાં આવી હતીત્યારે સુરેન્દ્રનગર શહેરની સબ જેલ ખાતે તેના રિમાન્ડ અને કામગીરી પૂર્ણ થતા યોગેશ સાનિયા નરસિંહભાઇને જેલ હવાલે કરવામાં આવી હતી.અનૈતિક સંબંધના દબાણથી વ્યંઢળે યુવાન પર પેટ્રોલ છાંટી સળગાવ્યો હત નર્મદા કેનાલ પાસેથી દાઝેલી હાલતમાં યુવાન મળી આવ્યો હતો સુરેન્દ્રનગર મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં અનૈતિક સબંધ બાંધવાના દબાણથી વ્યંઢળે યુવાનને બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે આ વ્યંઢળની દ્વારકાથી ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી. ધીરૂભાઇ પરાલીયાને યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા (રહે. 80 ફૂટ રોડ એસપી સ્કૂલ પાસે) નામના વ્યંઢળ સાથે અનૈતિક સબંધ હતો. બંને ઘણા સમયથી આવા સબંધથી જોડાયેલા હતા.પરંતુ થોડા સમયથી સનાયા આ સબંધ રાખવાની ના પાડતી હતી. સામે ધીરૂભાઇ સબંધ બાંધવા દબાણ કરતો હતો.આથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો.બાદમાં ધીરૂભાઇના ત્રાસથી કામ છૂટવા માટે યોગેશ ઉર્ફે સનાયાએ બંસીધર પાર્કમાં રહેતા અને મંડપનો વ્યવસાય કરતા ધીરુભાઈ લક્ષ્મણભાઈ થી છુટકારો મેળવવા માટે તેને આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ તેની દ્વારકાથી ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા રિમાન્ડમાં બોટાદ રેલવે ટ્રેનમાં પણ યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ નામની વ્યંઢળ એ ઝઘડો કરી અને કેસ કબાડા બહાર આવ્યા હતા જેમાં જે બોટાદ ખાતે પણ આ પ્રકરણમાં હાજર ન થતા આ પણ પ્રકરણ બહાર આવ્યું હતું.ત્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને સુરેન્દ્રનગર શહેરની સબ જેલ ખાતે મોકલી આપવામાં આવી હતી જ્યારે જેને જીવતો સળગાવવામાં આવ્યો હતો તે પણ અમદાવાદ ખાતે સારવાર મેળવી રહ્યો છે અને ધીરુભાઈ લક્ષ્મણભાઈ ની પણ હાલત નાજુક હોવાનું જાણવા મળે છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની સબ જેલ ખાતે ગળેફાંસો ખાઈ અને યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા નામના વ્યંધળે આત્મહત્યા કરી લીધી છે ત્યારે હાલમાં સબ જેલ ખાતે પણ ભારે સન્નાટો છવાઈ જવા પામ્યો છે.આ અંગેની પોલીસ તંત્રને પણ જાણકારી આપવામાં આવતા તાત્કાલિક આશરે પોલીસ તંત્ર પણ સબ જેલ ખાતે પહોંચી અને તપાસ હાથ ધરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં હાલમાં તો યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોડાપરા નામના વ્યંધળ આત્મહત્યા કરી લીધી છે તારે હાલ માં તેના મૃતદેને સુરેન્દ્રનગર શહેરની સબ જેલ ખાતે પંચનામુ કરી અને પીએમ માટે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની સાર્વજનિક મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે તેના મૃતદેહને મોકલી આપવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વ્યંઢળ માં શોક નો માહોલ છવાઈ જવા પામ્યો છે.