સમગ્ર વિશ્વભરમાં 26 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરાય છે જે અંતર્ગત આજરોજ હાલોલ શહેરની મધ્યમાં આવેલી ધી.એમ.એસ હાઇસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી તેમજ જિલ્લા સુરક્ષા પ્રોબેશન ઓફિસર પુષ્પેન્દ્રસિંહ સોલંકી, હાલોલ મહાજન કેળવણી મંડળના પ્રમુખ બાલકૃષ્ણ પરીખ તેમજ સામાજિક અગ્રણી અજયભાઈ વાળંદ સહિત શાળાના આચાર્ય વી.એમ.પાઠક સહિત શિક્ષકો તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ કાર્યક્રમ અંતર્ગત બાલકૃષ્ણ પરીખ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોની ગંભીરતા વિશે સમજ આપી નશો નાશનું મૂળ હોવાનું જણાવી કુમળા માનસના વિદ્યાર્થીઓને કુદરતી અને કૃત્રિમ ડ્રગની ભયંકરતા સમજાવી નશાથી થતા ગેરફાયદા તેમજ નુકસાન અને તેની ભયાનક અસરોની સમજ આપવામાં આવી હતી જ્યારે ધી.એમ.એસ હાઈસ્કૂલના આચાર્ય વી.એમ.પાઠક સહિત ઉપસ્થિત મહાનુભવો દ્વારા નશા મુકત ભારત અભિયાન અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. જ્યારે શાળાના સુપરવાઇઝર પ્રજાપતિ દ્વારા નશા મુક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं