થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઇ.બી.વલવી થાાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગાર ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરાવા સારૂ પરીણામલક્ષી અસરકારક કામગીરી કરવા અંગત રસ લઇ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય અને પોલીસ ઈન્સ્પેકટર આઇ.બી.વલવી તથા પો. સબ. ઇન્સ. એ.એમ.ચુડાસમા એએસઆઇ સહદેવસિંહ રૂપસિંહ ઝાલા, એએસઆઇ જયેશભાઇ રતીલાલ પટેલ પો. હેડ કોન્સ્ટેબલ રામભા ધનરાજભા રાજૈયા, પો.કોન્સ. મનોજકુમાર પ્રેમજીભાઇ ઝાલા, પો.કોન્સ. દિલીપભાઇ ચંદુભાઇ લકુમ તથા પો.કોન્સ. કરશનભાઇ ભીમશીભાઇ લોહ થાનગઢ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન વગડીયા રોડ નેશનલ કાંટા નજીક આવતા પોલીસ ઇન્સ. આઇ.બી.વલવી તથા પો.હેડ કોન્સ. રામભા ધનરાજભા રાજૈયા સંયુકત રીતે ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ બાતમી મળેલ કે યુવરાજભાઇ દડુભાઇ ખાચર જાતે કાઠી દરબાર રહે. નળખંભા તા. થાનગઢ તથા અમીતભાઇ ખીમજીભાઇ નંદાસરા જાતે પ્રજાપતિ રહે. થાનગઢ હીટરનગર-2 દાન ડેરી હનુમાન મંદિર પાસે તા. થાનગઢવાળાએ થાનગઢ હીટરનગર-2 દાનડેરી હનુમાન મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ઇંગ્લીશ દારૂ મંગાવી કટીંગ કરાવનાર છે, તે હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ ઇંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ કરતા યુવરાજભાઇ દડુભાઇ ખાતર જાતે કાઠી દરબાર રહે.નળખંભા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા અમીતભાઇ ખીમજીભાઇ નંદાસરા જાતે પ્રજાપતિ રહે. થાનગઢ હીટરનગર-2 દાનડેરી હનુમાન મંદિર પાસે તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળાએ સિલ્વર (ગ્રે) કલરની કરેટા ગાડી હુન્ડાઇ કંપનીની રજી. નંબર જીજે 10 સીએન 7775 તથા અલ્ટ્રો ગાડી નં. જીજે 13 સીએ 3519માં મેકડોવેલ્સ નં. 1 સુપીરીયર વ્હીસ્કી ઓરીઝન કંપની શીલબંધ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી 750 મીલીની કુલ બોટલ નંગ 102 કુલ કિ. રૂા. 40,800 તથા ઓલ સિઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી કંપની શીલબંધ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી 750 મીલીની બોટલ નંગ 26 કુલ કિ. રૂા.10,400 તથા હેવડર્સ પ000 સુપર સ્ટ્રોંગ બિયર ટીન કંપની શીલબંધ 500 મીલીની બિયર ટીન નંગ 80 કુલ કિ. રૂા.8000 તથા મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કી ઓરીઝન કંપની શીલબંધ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી 180 મીલીના કુલ કવાર્ટર નંગ 3 કુલ કિ. રૂા. 600 તથા વ્હાઇટ લેન્સ વોડકા ઓરેન્જ ફલેવરના કંપની શીલબંધ 180 મીલીના કવાટર્સ નંગ 6 કુલ કિ. રૂા.1200 તથા કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયર બિયર ટીન કંપની શીલબંધ 500 મીલીના બિયર ટીન નંગ 3 કુલ કિ. રૂા.300 તથા ગ્રીન્સબેઝ પ્રિમીયમ સ્ટ્રોંગ બિયર ટીન કંપની શીલબંધ પ00 મીલીના નંગ 3 કુલ કિ. રૂા. 300 મળી કુલ રૂા. 61600નો પ્રોહી મુદામાલ તથા કરેટા ગાડી નં. જીજે 10 સીએન 7775 કિ. 5,00,000 તથા અલ્ટ્રો ગાડી જીજે 13 સીએ 3પ19ની કિ. ર,00,000 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ. રૂા. 60,000 મળી કુલ રૂા. 8,ર1,600ના પ્રોહી મુદામાલ સાથે આરોપીઓને હસ્તગત કરી થાનગઢ પોલીસ સ્ટેશનાં પ્રોહી એકટ કલમ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.