સાયલા ચોટીલા હાઈવે પર ચોટીલા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. અમદાવાદના મણિનગર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં સાયલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી દેવ દર્શને બ્રહ્મભટ્ટ પરિવાર રવિવારના રોજ નીકળ્યો હતો. અમદાવાદના મણીનગર હીરાભાઈ ટાવર સામે રહેતો પરિવાર ગણપતપુરા- સારંગપુર થઈ ચોટીલા દર્શને જઈ રહ્યો હતો ત્યારે સાયલાથી ગોસળ પાસે ખાલસા હોટલની સામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર 15 ફૂટ જેટલી ખાઈમાં પડી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા ખાઈમાંથી પરિવારને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પસાર થતા તેને માનવતા બતાવી તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ નરેશચંદ્ર બ્રહ્મભટ્ટ ઉં.53, આશાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 48, ભૂમિબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 25 ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે હર્ષ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અવનીબેન રાજેશભાઈને કોઈ ઈજા થયેલ ન હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા દોડી આવી હતી તેમજ પરિવારનો સામાન ગાડીમાંથી સહી સલામત લઈ પરિવારને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত হাতত হস্তনিৰ্মিত বন্দুক লৈ অৰুণাচলীৰ তহল
সোণাৰিত হাতত হস্তনিৰ্মিত বন্দুক লৈ অৰুণাচলীৰ তহল।
চৰাইদেউ জিলাৰ সোণাৰিৰ মাজমজিয়াত এজন...
"નારી વંદન ઉત્સવ" કાર્યક્રમ
તા.૪થીએ 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી
(બુધવાર) રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ...
Junglewala-The Forest Dweller.
As I looked around, the earth seemed to have a green canopy. The roadside walls were all painted...