મલેક મોહમમદ યાશર આરીફ હુસેન જેવો ઇન્ડિયન આર્મી અગ્નીવિર ના સ્પોર્ટ્સ કોટા માં પસંદગી પામ્યા.
ઠાસરા શહેર ના મધ્યમવર્ગ ના પરીવાર માંથી આવતાં યાસર મલેક અગ્નીવિર માં સ્પોર્ટ કોટા માં સિલેક્ટ થયાં છે.
આર્મી માં અગ્નિવીર માં સિલેક્ટ થયાં બાદ સી પી પટેલ કોલેજ આણંદ ખાતે અગ્નિવિર યાસર મલેક નાં માતા પીતા નું કોલેજ સ્ટાફ દ્વારા સન્માનિત કરવાં માં આવ્યાં. સાથે સાથે ઠાસરા સહેર નું યાસર મલેક ગૌરવ વધાર્યુ છે.
આ પરિવાર ના અગાઉ પણ મોજીદ મલેક પણ આર્મી માં જોઈનીગ થયાં છે. થોડા દિવસ બાદ બીજા 2 યુવાનો આર્મી ની પરિક્ષા આવવા જવા નાં છે.સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ ઓટોનોમસ કોમર્સ કોલેજ માં બીબીએ જનરલ માં અભ્યાશ કરતા કેડેટ મલેક મોહમમદ યાશર આરીફ હુસેન જેવો ઇન્ડિયન આર્મી અગ્નીવિર ના સ્પોર્ટ્સ કોટા માં પસંદગી પામ્યા છે પ્રથમ વર્ષ થી તેવો અભ્યાશ ની સાથે એન સી સી માં જોડાયા અને ખૂબ મહેનત કરતાં સ્પોર્ટ્સ માં વોલીબોલ ગેમ સાથે જોડાયેલ છે જિલ્લા લેવલ, યુનિવર્સિટી વેસ્ટ ઝોન તથા રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી દેશ નું નામ રોશન કરેલ છે એન સી સી માં સી સર્ટિફિકેટ ની પરીક્ષા થોડા સમય પહેલા આપેલ છે નેશનલ લેવલે કેમ્પ તથા માઉન્ટ આબુ રોક ક્લાઇમિંગ કેમ્પમાં પણ તેઓની પસંદગી કરાય હતી જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવ્યા છતાં તેવો હાર મન્યા નહિ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ માં પોતે અભ્યાસ ની સાથે મેહનત મજૂરી કરતા હતા અને અભ્યાસ કર્યો ખૂબ પરિશ્રમ બાદ તેઓએ લક્ષ્ય હસિલ કર્યું સમાજ અને દેશ માં પરિવારનું નામ રોશન કર્યું કોલેજ માં પ્રથમ એવી ઘટના છે કે પહેલો એવો વિદ્યાર્થી જે સ્પોર્ટ્સ કોટા માં પસંદગી પામ્યો સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ડૉ ભીખાભાઈ પટેલ સાહેબે કેડેટ યાશર મલેક ને આશીર્વાદ આપ્યા જીવન માં ખૂબ આગળ વધેને દેશનું નામ હજુ રોશન કરે તેવા શુભ સંદેશ પાઠવ્યો કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ આર ડી મોદી સાહેબે કેડટ ને અભિનંદન અપી આશિષ વચન આપ્યા કોલેજ પરીવારએ આશીર્વાદ આપ્યા એન સી સી વિભાગ ના અધ્યાપક લેફ્ટેનન્ટ રિતેશ વણકર તથા સમગ્ર એન સી સી કેડેટ્સએ ખુશી ની લાગણી વ્યક્ત કરી તાથા ઈશ્વર ના ચરણો મા પ્રાથના કરી કેડેટ નું સ્વાસ્થ્ય શરીર રહે જ્યાં પણ સૈનિક તરીકે ફરજ બજાવે ત્યાં ઈશ્વર એમનું રક્ષણ કરે તેવી શુભ લાગણી વ્યક્ત કરી.