ડીસા શહેરમાં ત્રણ દિવસમા જ રખડતા ઢોરે અડફેટે લેતા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ ગયેલા ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિકે શહેર ઉતર-દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરીયાદ કરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતાં પશુઓ દિનપ્રતિદિન રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતાં શહેરીજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ રખડતા પશુઓએ અડફેટે લેતા એક બાળકી સહિત આઠ લોકોને ગંભીર ઈચ્છા પહોંચી હતી. જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ મામલે અગાઉ પણ ડીસા શહેરમાં અનેક વખત આંદોલન થયા છે. લોકોએ ફરિયાદો કરી છે. નાયબ કલેક્ટરે જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. જેથી આ સમસ્યાથી પીડાતા જાગૃત નાગરિક યોગેશભારથી ગોસ્વામીએ રખડતા પશુઓની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ ગયેલા નગરપાલિકાના ચીફ ઓફિસર અને રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે જે વિભાગની જવાબદારી હોય તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પીછે હઠ થશે તો હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
આ અંગે ફરિયાદી યોગેશભારથી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શહેરમાં વારંવાર રખડતા પશુઓ લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી. જેથી અમે નિષ્ફળ તંત્ર સામે ફરિયાદ કરી છે.
જ્યારે જાગૃત નાગરિક અને જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પણ નગરપાલિકા આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવતી નથી. જેના કારણે કેટલી વખત રખડતા પશુઓ લોકોને ઇજા પહોંચાડે છે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. જે ભારતીય ફોજદારી ધારાની કલમ 289 મુજબ ગુનો બને છે. જે અંગે યોગેશભારથી ગૌસ્વામી એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને રખડતા પશુની જવાબદારી જે વિભાગની હોય તે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સામે ફરિયાદ કરી છે.