અમીરગઢ- બોર્ડર પરથી એક ઈસમને પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. અમીરગઢ પોલીસ રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી, તે સમય દરમિયાન એક ઇસમ રાજસ્થાન તરફથી ચાલતા ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારે પોલીસને શંકા જતા તે ઈસની તપાસ કરી હતી. જેમાં ઈસમ પાસેથી એક પિસ્તોલ તેમજ જીવતા ત્રણ કારતુસ મળી આવતા પોલીસે ઇસમની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન આબુરોડ તરફથી એક ઇસમ ચાલીને આવી રહ્યો હોય તેના કમરના ભાગે ફોટમાં કોઇ ચીજવસ્તુ ભરાવેલ હોય અને શકમંદ જણાતા ઇસમને કોર્ડન કરી ઉભો રાખી ચેક કરતા તહોમતદાર ( 1 ) રામુ રાજેન્દ્રકુમાર નાયકના કમરના ભાગે ફોટમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની લોખંડની પિસ્તોલ તેમજ જીવતા કારતુસ 03 મળી આવ્યા હતા. જેથી મુદ્દામાલ કબજે કરી ઇસમની અટકાયત કરી હતી. આ ઉપરાંત મનોજ નાયક રહે.જોધપુર બાબુપુરા, ચીમનસિંહ સોઢા રહે.જોધપુર, લીગાડી વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલ હોય તમામ વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.