તારાપુરમાં ધોળે દિવસે વૃદ્ધ વહેપારીની કરપીણ હત્યાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે
ગાળાનાં ભાગે વૃદ્ધ વહેપારીની તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી તારાપુર પોલીસને ધટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી છે ધટનાનાં સ્થળેથી પોલીસને એક છરો મળી આવ્યો છે
જાણવા મળ્યા મુજબ તારાપુર નાની ચોકડી પાસે પીતાંબરદાસ નાઝુમલ માહેશ્વરી નામના ૭૫ વર્ષીય વૃદ્ધ વહેપારી ખાટલા વેચવાનો વહેપાર કરતા હતા જેઓની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે વૃદ્ધ વહેપારી તારાપુર નાની ચોકડી પાસે આવેલી સિવિલ કોર્ટ નજીક ખાટલા વેચવાની દુકાન ચલાવતા હતા વૃધ્ધ વહેપારી પીતાંબરદાસ મહેશ્વરી દુકાન પાછળ આવેલ તેઓના મકાનમાં બપોરના સમયે ઘરે હતા તે દરિમયાન અજાણ્યા ઈસમો ખાટલા ખરીદવાનાં બહાને આવી અને વૃદ્ધ વેપારીને ગાળાનાં ભાગે છરો મારી કરપીણ હત્યા કરવામાં હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. પોલીસ તપાસ બાદ ઘટનાસ્થળે થી એક છરો પણ મળી આવ્યો હતો. તારાપુર શહેરમાં ધોળે દિવસે હત્યાનો પહેલો બનાવ બનતાં શહેર સહિત તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, અવાર નવાર ગ્રાહક ખાટલા ખરીદવા આવે ત્યારે દુકાનની પાછળ આવેલ મકાનના ઉપરના માળે ખાટલા બતાવવા લઇ જતાં હતાં. પરિવારજનો હાલ તો કોઈ ખાટલા લેવાના બહાને આવી હત્યા કરી હોવાનું અનુમાન કરી રહ્યાં છે. વધુ માં પરિવારજનો નાં જણાવ્યા મુજબ સી સી ટી વી કેમેરા નું ડી વી આર હત્યારાઓ લઈ ગયા હોવા નું તથા કેમેરા પણ ઊંચા ઉપર તરફ કરી દીધા હોવા નું જાણવા મળે છે. તારાપુર પોલીસ દ્વારા હાલ તેઓ નાં પરિવાર જનો તેમજ સગા સંબંધીઓના નિવેદન લઈ તેમજ આજુબાજુ ની દુકાનો પર જઈ સી સી ટી વી ફૂટેજ મેળવી હત્યારાઓ સુધી પહોંચવા ની કવાયત હાથ ધરી છે. તારાપુર પોલીસ દ્વારા લૂંટ સહિત અલગ અલગ દિશા માં હત્યા નાં કારણો શોધવા ની કવાયત હાથ ધરવા માં આવી છે. ઘટના ની જાણ થતા તારાપુર પોલીસ સહિત એલ સી બી, એફ એસ એલ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
તારાપુર પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હત્યા નાં બનાવ ની જાણ શહેરમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તારાપુરમાં આજે હત્યાનો બનાવ બન્યો છે.અમે હત્યારાઓની શોધખોળ ચાલુ કરી દીધી છે.
ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના સહારાથી તપાસ કરી સગા સંબંધીઓના પણ નિવેદન લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક બે દિવસમાં અમે આરોપીઓને ઝડપી લઈશું એમ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમાર મીણા એ જણાવ્યું હતું.
ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨