આજ રોજ 26 જૂનના દિવસે બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિતે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિતે સુરત જિલ્લા સહિતની શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.યુવાનો કુટેવો થી દુર રહે તે માટે કાવ્ય સ્પર્ધા સહિતની સ્પર્ધા યોજાય હતી.કામરેજ ચારરસ્તા ખાતે આવેલી રામ કબીર સ્કૂલની વિદ્યાર્થિની કૃપેશા અશ્વિનભાઈ પ્રજાપતિએ કાવ્ય લેખન સ્પર્ધામાં સુરત જિલ્લામાં પ્રથમ ક્રમે મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.વિજેતા કૃપેશાને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત જિલ્લા પોલીસ વડાના હસ્તે ₹.3000 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.કૃપેશાની તૈયારી માટે માર્ગદર્શક શિક્ષક તરીકે દિલીપભાઈ સુરતી અને અનિલભાઈ સોલંકીએ ભૂમિકા અદા કરી હતી.જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલી કૃપેશા પ્રજાપતિને મંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત,મંત્રી વિનુભાઈ ભક્ત,ખજાનચી પરેશભાઈ ભક્ત,ફરસરામ ઉપાધ્યાય,આચાર્ય શૈલેષ દેસાઈ તેમજ બંને વિભાગના નિરીક્ષક જયંતીભાઈ પટેલ અને કેતન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं