સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. લીંબડીના બોડીયા ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.લીંબડી-રાજકોટ હાઇવે પર માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. લીંબડી પોલીસે બાઇક ચાલકની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લીંબડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર પીવાના પાણીના મુદ્દે મહિલાઓએ મચાવ્યો હોબાળો | SatyaNirbhay News Channel
રાધનપુર પીવાના પાણીના મુદ્દે મહિલાઓએ મચાવ્યો હોબાળો | SatyaNirbhay News Channel
Lok Sabha Election Results: चुनाव नतीजों से पहले RJD नेता Manoj Kumar Jha का बड़ा बयान |Nitish Kumar
Lok Sabha Election Results: चुनाव नतीजों से पहले RJD नेता Manoj Kumar Jha का बड़ा बयान |Nitish Kumar
અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ ખાતે એમોનિયા લીકેજ : એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ
કુદરતી તેમજ માનવસર્જિત આફતની મોકડ્રીલ યોજાઈ
ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે...
তিনিচুকীয়াৰ পানীতোলাত চাহ বাগিচাৰ উপ-কৰ্মচাৰীৰ দৰমহা আৰু ভ্ৰমণ বানচ বৃদ্ধিৰ দাবীৰে অসম চাহ মজদুৰ সংঘৰ প্ৰতিবাদ ।
বুধবাৰে তিনিচুকীয়াৰ পানীতোলাত চাহ বাগিচাৰ উপ-কৰ্মচাৰীৰ দৰমহা আৰু ভ্ৰমণ বানচ বৃদ্ধিৰ দাবীৰে...
પાલીતાણામાં બે ઇંચ વરસાદ પડીઓ સીઝન નો કુલ 16 ઇંચ વરસાદ પડ્યો
પાલીતાણામાં બે ઇંચ વરસાદ પડીઓ સીઝન નો કુલ 16 ઇંચ વરસાદ પડ્યો