વઢવાણની ખેરાળીની શ્રીહરી ટાઉનશિપમાં 14 વર્ષના કિશોરની કોઇ અજાણ્યા શખસે અપહરણ કર્યાની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા દોડધામ મચી હતી. પરંતુ આ બનાવમાં તા. 20 જૂને નીકળેલો કિશોર તા. 25 જૂનના દિવસે શોધી કાઢતા પરિવાર તેમજ પોલીસ તંત્રમાં રાહત ફેલાઇ હતી. બીજી તરફ ઘરમાંને ઘરમાં રહી કંટાળી ગયો હતો આથી હરવા ફરવા ઘરેથી રૂ. 1000 લઇને નીકળી ગયો હોવાનું તેમજ કોઇ અપહરણ ન કર્યાનું કિશોરે જણાવ્યું હતુ.વઢવાણ ખેરાળી રોડ પરની શ્રીહરી ટાઉનશિપના રહીશ નિલેશભાઇ રામસીંગભાઇ કાપડીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને 14 વર્ષના પુત્ર આશીષના અપહરણની તા.22 જૂને ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા અને સોસાટીમાં રહેતા લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જુદી જુદી ટીમો બનાવી તપાસો કરાઇ હતી. ત્યારે તા. 25-6-2023ના રોજ કિશોરને પોલીસે શોધી કાઢતા પરિવાર અને પોલીસતંત્રમાં રાહત ફેલાઇ હતી. ત્યારબાદ કિશોરની જરૂરી મેડિકલ તપાસણી કરાવી ફીટ આવતા તેઓના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.બીજી તરફ જિલ્લાપોલીસવડા હરેશ દૂધાત, ડીવાયએસપી એચ.પી.દોશી માર્ગદર્શન અને સૂચનાથી પીએસઆઇ આર.જે.જાડેજા, એએસઆઈ ઘનશ્યામભાઈ, સરદારસિંહ,અનિરૂદ્ધસિંહ, વનરાજસિંહ, વિજયસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं