પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ. 85000 ટ્રાન્સફર કરાવી વધુ રૂ. 30 લાખની માંગ કરાતા પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પ્રથમ યુવતિએ આ યુવાનને એક જગ્યાએ બોલાવી અન્ય શખ્સો સાથે મળીને છરીને અણીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 6 લાખની માંગણી કરી રૂ. 85000 ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. બાદમાં પાટડી તાલુકાના બે શખ્સોએ ફરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બંદૂક અને છરી વડે ધમકી આપી રૂ. 30 લાખની માંગણી કરતા આ બંને શખ્સો અને અજાણ્યા પાંચ લોકો મળી કુલ સાત લોકો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પાટડી તાલુકાના પીપળી ગામે રહેતા 41 વર્ષના યુવાને દોઢેક માસ અગાઉ અજાણ્યા વોટ્સઅપ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, 'તમે જમી લીધુ' જેથી એમણે કોઇ ઓળખીતાનો મેસેજ હોવાનું સમજી એ નંબર ઉપર કોલ કર્યો હતો. ત્યારે સામેથી મહિલાનો અવાજ આવતા એણે બહેનપણીને કરવાનો મેસેજ ભુલથી થઇ ગયો હોવાનું જણાવ્યું હતુ. પછી એણે વાતચીતનો દોર વધારી હું સુરેન્દ્રનગર ગયો ત્યારે મને ટાવરે મળવા બોલાવ્યો હતો. અને એ સમયે 22 વર્ષની અજાણી યુવતિ મારી ગાડીમાં આવીને બેસી ગઇ હતી. સાથે બે અજાણ્યા માણસો મારી ગાડીનો પાછળનો દરવાજો ખોલીને બેસી ગયા હતા. અને ગાડી ભોગાવો નદી પાસે લઇ જવાનું કહી છરી બતાવી છોકરી સાથેનો વિડીયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. અને ભોગાવો પાસે પહોંચતા બે મોટરસાયકલ પર આવેલા બે ઇસમોએ અમે પોલીસમાં હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવાનું જણાવી રૂ. 6 લાખની માંગણી કરી હતી. અને રકજકના અંતે સમાજમાં બદનામી થવાના ડરે ચારેય જણાના અલગ અલગ ખાતામાં મળી કુલ રૂ. 85,000 ગુગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા.મારા મોબાઇલ પર બપોરના સમયે ફોન આવ્યો હતો કે, હું ઇમરાન બોલુ છુ એમ કહીં તમારો સુરેન્દ્રનગરવાળો વિડીયો ઉતારેલો એ છોકરીને મળવા જવાનું છે એમ કહેતા મે ના પાડીને ફોન કાપી નાખ્યો હતો.ત્યારે ઇમરાન અને ઝેઝરી ગામનો મયુરખાન મોટરસાયકલ પર આવીને બંદૂક અને છરી જેવા હથીયાર બતાવી માર મારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 30 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને જતા રહ્યાં હતા. આથી પીપળી ગામના યુવાને પીપળી ગામના ઇમરાનખાન નશીબખાન અને ઝેઝરી ગામના મયુરખાન મામદખાન અને અન્ય પાંચ અજાણ્યા લોકો મળી કુલ સાત લોકો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરોગ્ય કર્મીઓની હડતાળ પૂર્ણ થયા બાદ ફરી વિવાદ
#buletinindia #gujarat #gandhinagar
રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પરવાનગી વિના દવાઓનું પ્રોડક્શન
#buletinindia
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું આયોજન
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું...
World Cup 2023: AFG का बड़ा उलटफेर, वर्ल्ड कप में रचा इतिहास, England के खिलाड़ी Spin में फंसे
World Cup 2023: AFG का बड़ा उलटफेर, वर्ल्ड कप में रचा इतिहास, England के खिलाड़ी Spin में फंसे
Android phone को ऐसे करें फैक्ट्री रिसेट, इन बातों का रखें खास ध्यान
एंड्रॉइड फोन का इस्तेमाल कर रहे हैं और डिवाइस को लेकर किसी तरह की सॉफ्टवेयर से जुड़ी परेशानी झेल...