વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ જિ.પં.બેઠકના ભાજપના મહિલા સભ્ય રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે. જિ.પં. સભ્યએ રિવર લીંક પ્રોજેક્ટનું કારણ ધરી રાજીનામુ આપ્યા બાદ ગુમ થઇ ગયા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસે કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે.

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિની અધ્યક્ષા નિર્મળાબેન જાદવ ઘરેથી રામવાડી સ્કૂલમાં દીકરીઓને નાસ્તો આપવા જાઉં છું તેમ કહી ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતી. જે બાદ સોશિયલ મિડીયામાં વીડિયોના માધ્યમથી જિ.પં.સભ્ય પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી.

ગુમ થનારના પતિ કેશવ જાદવે ધરમપુર પોલીસ મથકે તેઓના પત્ની ગુમ થયા અંગે જાણ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના પત્ની નિર્મળાબેન જાદવ તા.17/07/2022ના રોજ સવારે ઘરેથી કપડા, ઘરેણાં તથા રોકડા રૂપિયા લઈ નીકળી ગઈ હતી જેઓનો કોઈ પત્તો મળ્યો ન હતો પરિણામે પોલીસને જાણ કરતા પોલીસ તપાસ કરી રહી છે.