અમરેલી જિલ્લા તથા તમામ તાલુકાની કોર્ટમાં તા.૧૩ ઓગસ્ટે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 અમરેલી અમરેલી તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૨ (સોમવાર) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી આર.ટી. વાછાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં આગામી તા.૧૩ ઓગસ્ટ-૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડ ઓફેન્સ, નેગોશીએબલ-૧૩૮, મની રીકવરી, એમએસપી, મેટ્રોમોનિયલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એક્વીઝેશન કેસો, ઇલેક્ટ્રિસિટી અને વોટર બીલ્સ (નોન કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, લેવન્યુ કેસો, અધર સિવિલ કેસો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા ઇચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૯૮૨૪ કરવા ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી