ડીસા તાલુકાના વાસણા નવા ગોલીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટ્યા...

ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામે જાહેર માર્ગ પર બનાવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા ચાર મહિના થી ટુટી જવા પામી છે અને રસ્તા મો પાણી ભરાતા લોકો અને શાળાએ હતા બાળકો ચાલવા મજબૂર બન્યા...

 ત્યારે આ રસ્તા પર નાના મોટા વાહનો ચલાવવા માટે મુશ્કેલી બનવા પામી છે ત્યારે ગ્રામ પંચાયત ને જાણ કરવામા આવી છે છતાં પણ રિપેર કરવામાં આવેલ નથી ત્યારે ત્યાંના સ્થાનિક ના કહેવા મુજબ ગ્રામ પંચાયત ને ચાર પાંચ વખત મૌખીક જાણ કરવામા આવી છે અને પંચાયત માં રહેતા કર્મચારી ફોટા પાડી ગયા છે અને સરપંચ ને જાણ કરતા કહેલ કે આ ઢાંકણાં મંગાવેલ છે પણ હજુ સુધી આવેલ નથી અને જ્યારે આવશે ત્યારે સત્વરે રીપેરીંગ કરવામાં આવશે તેવી માહિતી આપેલ છે પણ ખાસ આ રસ્તા પર દૂધ નું વાહન દિવસ મો ચાર વખત અવર જવર કરે છે અને ક્યારેક આ દૂધનું ટેન્કર ગટર મો ફસાઈ જશે તો મોટી તકલીફ પડી શકે છે

અહેવાલ અમૃત માળી ડીસા