પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના કોદાદા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનન અંગે સુરત જિલ્લા સિનિયર ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલને માહિતી મળી હતી કે જે બાતમી આધારે સિનિયર ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી માઇન્સ સુપરવાઇઝર હિતેશ પટેલ તથા સર્વેયર દીક્ષિત પટેલ સહિતના સ્ટાફ દ્વારા શનિવારના રોજ કોદાદા ગામે રેડ પાડી હતી રેડ દરમિયાન ઘટના સ્થળેથી જેસીબી મશીનથી ચાલતું મસમોટું માટી ખનનનું નેટવર્ક ઝડપાયું હતું ભૂસ્તરની ટીમ દ્વારા ઘટના સ્થળેથી એક જેસીબી મશીન અને માટી ભરેલ તેમજ માટી ભરવા માટે આવેલ ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી ભૂસ્તર વિભાગ દ્વારા એક જેસીબી અને ત્રણ ટ્રકો મળી કુલ્લે 50 લાખનો મુદામાલ સિઝ કરી મહુવા ગ્રામ પંચાયત ખાતે તમામ સાધનો રાખવામાં આવ્યા હતા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીની કાર્યવાહી જોઈ માટી ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.